નવસારી : નવસારીથી 17 કિલોમીટર દૂર આવેલા દાંડી દરિયા કિનારે દૂર દૂરથી સહેલાણીઓ ફરવા માટે આવતા હોય છે અને રજાની મોજ માણતા હોય છે. દાંડી દરિયા કિનારે ખાસ કરીને ફેમિલી અને પ્રેમી પંખીડાઓ અવારનવાર દાંડી દરિયા કિનારાની મુલાકાત લેતા હોય છે, ત્યારે આવા સહેલાણીઓ જેમાં પણ ખાસ કરીને પ્રેમી પંખીડાઓ જે અહીં ફરવા માટે આવતા હોય છે તેઓ પર નજર રાખીને બેઠેલા તોડબજો કોઈક વાર આવા પ્રેમી પંખીડાઓને ડરાવી, ધમકાવીને રૂપિયાનો તોડ કરતા હોય છે આવો જ એક કિસ્સો હાલ દાંડીના દરિયા કિનારે બન્યો છે.
પ્રેમી પંખીડાઓને નકલી પોલીસે ટાર્ગેટ કર્યું : બ્રિજભૂષણ રાય રહે વિજલપુર નવસારી જે ખાનગી બેંકમાં પટાવાળાની નોકરી છૂટી જતા પૈસા કમાવા માટે શોર્ટકટ રસ્તો પકડ્યો હોય તેમ આ આરોપીએ નકલી પોલીસ બની તોડ કરવાનું નક્કી કર્યું અને દાંડીના દરિયા કિનારે ફરવા આવતા પ્રેમી પંખીડાઓને નકલી પોલીસે ટાર્ગેટ કર્યું હતું. નવસારીના એક પ્રેમી પંખીડા દાંડી દરિયા કિનારે ફરવા આવ્યા હતા તેમની પાસે બ્રીજ ભૂષણ તેઓ પાસે અસલી પોલીસ હોવાનો રોફ બતાવી અને તેઓ ખોટી જગ્યાએ આવ્યા હોય એવું કહી 7000 ની માંગણી કરી હતી. ફરવા આવેલા આ પ્રેમી પંખીડાઓ નકલી પોલીસથી ગભરાઈ જતા તેઓએ અમારી પાસે 5000 રૂપિયા જ છે તેથી આ આરોપીએ પ્રેમી પંખીડા પાસેથી રુપિયા 5000 નો તોડ કર્યો હતો. ત્યારબાદ આ પ્રેમી પંખીડાઓ ત્યાંથી પરત ફરી ગયા હતા, પરંતુ તેઓ તેઓની સાથે જે ઘટના બની છે તેને લઈને તાત્કાલિક જલાલપુર પોલીસ સ્ટેશનને સમગ્ર ઘટનાની ફરિયાદ આપતા પોલીસે ટૂંક જ સમયમાં આ નકલી પોલીસ બ્રિજભૂષણને જડપી અટક કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : મહિલા આપઘાત કેસમાં પોલીસે પ્રેમી વિરુદ્ધ આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી
આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે : જલાલપુર પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ. આહીર જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ફરિયાદને આધારે અમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. આ આરોપી બ્રિજભૂષણની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીનો કોઈ ગુન્હાહિત ઇતિહાસ તો નથી ને તેની પણ હાલ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો : abduction case : અપહરણ કાંડમાં સંડોવાયેલ મુખ્ય શખ્સ સામે નોંધાયા છે સાત ગુન્હા