ETV Bharat / state

EXCLUSIVE : નવસારી ભાજપના પાયાના કાર્યકર મંગુભાઇ પટેલ બન્યા મધ્યપ્રદેશના રાજ્યપાલ - Gujarati Mangubhai Patel appointed Governor of Madhya Pradesh

ગુજરાતના મંગુભાઈ છગનભાઈ પટેલ મધ્યપ્રદેશના 19માં ગવર્નર ( Governor of Madhya Pradesh ) નિમાયા છે. આથી, મંગુભાઈ ( Mangubhai Patel Appointed Governor Of MP )ના પરિવાર સહિત નવસારીના ભાજપ ( Navsari BJP )માં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તકે રાજ્ય અને રાષ્ટ્રીય નેતાઓએ પણ ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી હતી.

નવસારીના  મંગુભાઇ પટેલ બન્યા મધ્યપ્રદેશના રાજ્યપાલ

author img

By

Published : Jul 6, 2021, 5:39 PM IST

Updated : Jul 6, 2021, 7:39 PM IST

  • નવસારી સુધરાઈથી શરૂ કરેલી સફર રાજ્યપાલ સુધી પહોંચી
  • મંગુભાઇ રાજ્યપાલ બનતા પરિવારજનો સહિત ભાજપી કાર્યકરોમાં ખુશી
  • રાજ્ય અને રાષ્ટ્રીય નેતાઓએ મંગુભાઈને ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી

નવસારી : નવસારી ભાજપના પાયાના કાર્યકર અને ગુજરાતના પૂર્વ કેબીનેટ પ્રધાન મંગુભાઈ પટેલ ( Mangubhai Patel Appointed Governor Of MP )ને મધ્યપ્રદેશના રાજ્યપાલ ( Governor of Madhya Pradesh )જાહેર કરવામાં આવતા પરિવારજનો સહિત જિલ્લા ભાજપ ( Navsari BJP )ના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ સાથે જ તેમને રાજ્ય અને રાષ્ટ્રીય નેતાઓએ પણ ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી હતી.

નવસારીના મંગુભાઇ પટેલ બન્યા મધ્યપ્રદેશના રાજ્યપાલ

મંગુભાઈની શરૂઆત નવસારીની RSSની શાખામાંથી થઈ

નવસારી શહેરના જુનાથાણા નજીક શ્રમિક વિસ્તારમાં રહેતા મંગુભાઇ પટેલે 25 વર્ષે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. નવસારીની RSSની શાખામાં જતા રત્નકલાકાર મંગુભાઈ પ્રથમ વખત નવસારીના વોર્ડ નં. 2માંથી સુધરાઈ સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી હતી. સુધરાઈની ચૂંટણી નવસારી સમિતિના નેજા લડાઈ હતી, જેની ઉમેદવારી પૂર્વે તેમણે ચુંટણી લડવાની ના પાડી હતી, પરંતુ બાદમાં ચુંટણી લડ્યા અને હાર મળી હતી. જેની બીજી ટર્મમાં મંગુભાઇએ જીત નોંધાવી અને ત્યારથી અત્યાર સુધી તેઓ ક્યારેય હાર્યા નથી.

આ પણ વાંચો: ગુજરાતી મંગુભાઈ પટેલ બન્યાં Governor of Madhya Pradesh, જાણો મંગુભાઈ પટેલને

મંગુભાઇની રાજકીય કારકિર્દીની અનેક સિદ્ધિઓ

મંગુભાઈ વર્ષ 1990માં પ્રથમ વખત નવસારી વિધાનસભા પરથી ધારાસભ્ય બન્યા બાદ, સતત 27 વર્ષો સુધી ધારાસભ્ય રહ્યા. જેમાં 5 ટર્મ નવસારી અને 1 ટર્મ ગણદેવીના ધારાસભ્ય તરીકે સેવા આપી હતી. જોકે, વર્ષ 2017માં ઉંમરની બાધને કારણે મંગુભાઇને ધારાસભ્ય પદ ખોવું પડ્યું હતું. ધારાસભ્ય દરમિયાન મંગુભાઇએ 18 વર્ષ સુધી રાજ્ય સરકારમાં પ્રધાન પદ ભોગવ્યુ હતુ, જેમાં પ્રથમ રાજ્ય કક્ષાના અને ત્યારબાદ કેબીનેટ પ્રધાન રહ્યા હતા. ખાસ કરીને આદિવાસી નેતા તરીકે અને ગુજરાતના પૂર્વ વનપ્રધાન તરીકેની તેમની કારકિર્દી ગુજરાત હંમેશા યાદ રાખશે. આ ઉપરાંત, વનબંધુ કલ્યાણ યોજના અને સિકલસેલ-એનિમિયા નાબુદી માટેની કામગીરી તેમની સિદ્ધિ છે.

વનબંધુ કલ્યાણ યોજના મંગુભાઈનો જ વિચાર

નવસારીમાં જનસંઘથી ભાજપના સક્રિય કાર્યકર રહેલા પૂર્વ કેબીનેટ પ્રધાન મંગુભાઇ પટેલ ગુજરાતની મોદી સરકારમાં શરૂઆતથી જ રહ્યા હતા. ગુજરાત મોડલમાં આદિવાસીઓનાં ઉત્થાન માટે મહત્વની યોજના સાબિત થયેલી વનબંધુ કલ્યાણ યોજના મંગુભાઈનો જ વિચાર હતો. જેને મોદી સરકારે જીવંત કર્યો, જે આજદિન સુધી આદિવાસીઓ માટે લાભદાયી યોજના સાબિત થઈ છે. જેની સાથે જ આદિવાસી વિસ્તારોમાં સિકલસેલ-એનિમિયાના કેસો પણ જાગરૂકતાના અભાવે વધુ રહેતા હતા, રાજ્યમાં સિકલસેલ-એનિમિયા નાબુદી માટેનો મહત્વનો પ્રયાસ મંગુભાઈનો રહ્યો હતો. વનબંધુ કલ્યાણ યોજના અને સિકલસેલ-એનિમિયા નાબુદી આ બન્ને યોજના મંગુભાઇની રાજકીય કારકિર્દીની મુખ્ય સિદ્ધિઓ કહી શકાય છે.

આ પણ વાંચો: New Governors : મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ અને થાવરચંદ ગેહલોત કર્ણાટકના રાજ્યપાલ બન્યા

નવસારી જિલ્લામાંથી બીજા રાજ્યપાલ બન્યા

નવસારી જિલ્લાના ગણદેવીના ધનોરી ગામના કુમુદબેન જોષી કોંગ્રેસ શાસનમાં આંધ્રપ્રદેશના રાજ્યપાલ બન્યા હતા. ત્યારબાદ, નવસારીના મંગુભાઇ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવતા નવસારી માટે ગૌરવની ક્ષણ બની છે.

Last Updated : Jul 6, 2021, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.