નવસારી: ઉપરવાસમાં પડેલા ધાર વરસાદને કારણે નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ (Heavy rain in Navsari )સર્જાઈ હતી. પૂરની સ્થિતિમાં લોકો પોતાનો જીવ બચાવી સુરક્ષિત જગ્યા પર તો પહોંચ્યા હતા પણ તેઓના બાઈક, કાર અને અન્ય વાહનો સુરક્ષિત જગ્યા પર મૂકી ના શક્યા હતા. તેથી તેઓના વાહનો પાણીમાં ડૂબી જતા વાહન માલિકોએ પૂરના પાણી ઓસરતાં બંધ પડેલા અને નુકસાની થયેલા ( Damage to drivers in rain)અસંખ્ય વાહનો ફરી ચાલું કરાવવા માટે ગેરેજ ઉપર લઈ જવા પડ્યા હતા.
આ પણ વાંચોઃ પૈડાં ફરતાં રહે! વરસાદ શરૂ થતાં વાહન ચાલકોની હાલત દયનીય બની, ટાયર ફાટવાના કેસ વધ્યા
મંદ પડેલા ગેરેજના વ્યવસાયને વેગ મળ્યો - વાહન ચાલકોનો પોતાની ગાડીનો વીમો ઉતરાવ્યો(Rain potholes on road)હતો તે લોકોએ પોતાના વાહનો વીમા કંપની પાસે ક્લેમ કરી વીમો પાસ કરાવી પોતાની ગાડી રિપેર કરાવી હતી. જે લોકોનો વીમો ના હોય તેવા વાહન ચાલકોએ પ્રાઇવેટ ગેરેજમાં જઈ પોતાના વાહનો રીપેર કરાવવાનો વારો આવ્યો હતો. મંદ પડેલા ગેરેજના વ્યવસાયને પણ વેગ મળ્યો હોય તેમ ગેરેજ વ્યવસાય પણ ચાલી પડ્યો હતો.
આ પણ વાંચોઃ વરસાદમાં રોડ પર પડેલા ખાડા ખર્ચના ખાડા બન્યા, ટાયર ફાટવાની ઘટનાઓમાં 30 ટકાનો વધારો
પૂરના પાણીમાં ડૂબેલા વાહનો - ભારે વરસાદના પગલે આવેલા પૂરના પાણીમાં ડૂબેલા વાહનોમાં સ્થાનિક ગેરેજના માલિકો અને સર્વેયરોના જણાવ્યા મુજબ 400 થી 450 જેટલી બાઇકો પાણીમાં ડૂબી જવાથી રીપેરીંગમાં આવી છે અને 100 થી 120 જેટલા મોટા વિહિકલો રીપેરીંગ માટે આવ્યા હતા. વીમા કંપનીઓ દ્વારા તેઓ પાસે આવતા વાહનોને તેઓ સર્વે કરી ક્લેમ પાસ કરી રહ્યા છે તેથી વીમાધારક ગ્રાહકોને ફાયદો થયો છે. જેઓનો વીમો ના હોય તેવા વાહન ચાલકોને લોન લઈને પણ પોતાની ગાડી રીપેર કરવાની નોબત આવી છે. જ્યાં સુધી પોતાની ગાડી રીપેર ના થાય ત્યાં સુધી સરકારી પરિવહન ન જ તેઓનો વિકલ્પ બન્યો છે.