નવસારી રાજ્યમાં સરકાર સામે કૉંગ્રેસનો આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે કૉંગ્રેસે આજે મોંઘવારી (inflation problem in gujarat), રોજગારી અને ડ્રગ્સને લઈને ગુજરાત બંધનું એલાન કર્યું (Gujarat Bandh Call Congress) છે. નવસારી ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી, ડ્રગ્સ, બેરોજગારી મુદ્દે સરકારને ઘેરવા આજે ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. પરંતુ નવસારી જિલ્લામાં પરંતુ નવસારી જિલ્લામાં કોંગ્રેસના બંધનો પ્રયાસમાં ગોઠવો પોલીસે તમામ કોંગી કાર્યકરોને ડિટેઇન કર્યા હતા.
દુકાનો બંધ કરાવવા નીકળ્યા ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. રાજકીય પક્ષો જનતા વચ્ચે રહેવા અનેક પ્રયાસો કરી રહ્યા છે. જેમાં છેલ્લા થોડા મહિનાઓથી મોટા (Gujarat Congress)પ્રમાણમાં પકડાયેલા ડ્રગ્સ તેમજ મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓને ધ્યાને રાખી ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે 4 કલાકના સાંકેતિક બંધનું એલાન આપ્યુ હતુ. જોકે સવારથી કોંગ્રેસના બંધની નવસારીમાં કોઈ અસર જોવા મળી ન હતી અને બજારોમાં દુકાનો ખુલી હતી. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ સહિતના કોંગી આગેવાનો નવસારી રેલવે સ્ટેશન વિસ્તારમાં, જ્યારે અન્ય આગેવાનો જુનાથાણા વિસ્તારમાં દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા.
કોંગ્રેસના નેતાઓને ડિટેન કર્યા પરંતુ કેટલાક દુકાનદારોએ કોંગી આગેવાનોની વાત પર અડધી દુકાન થોડા સમય બંધ કરી હતી. જ્યારે કેટલાકે કોંગ્રેસીઓને ગણકાર્યા પણ ન હતા. કોંગ્રેસીઓ દુકાનો બંધ કરાવવા નીકળતા જ ટાઉન પોલીસે જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલને ટીંગાટોળી કરી તેમજ અન્ય કોંગ્રેસીઓને ડિટેન કર્યા હતા. કોંગ્રેસ પ્રમુખે વેપારીઓ મોંઘવારી, ભ્રષ્ટાચાર મુદ્દે સમર્થન આપ્યુ હોવાની વાત કરી લોકો આવનારી ચૂંટણીમાં જવાબ આપશેની વાત જણાવી હતી.