ETV Bharat / state

Death by drowning in Navsari sea: ધુળેટીની મજા શોકમાં ફેરવાઈ, ઉભરાટ દરિયામાં નહાવા પડેલા ત્રણ યુવાનોના મોત

કોરોના કેસ નહીવત થતાં તહેવારોની મજા માણવા લોકો ઉત્સાહિત બન્યા છે. જેમાં ધુળેટીના પર્વે નવસારીમાં ઉભરાટ દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકો(Death by drowning in Navsari sea)ઉમટી પડ્યા હતાં. દરિયામાં નહાવા પડેલા સુરતના બે અને નવસારીનો એક યુવાન દરિયાના ઊંડા પાણીમાં ડૂબી જતાં ત્રણેયના મોત નિપજતા પરિવાર શોકમાં સરી પડ્યો હતો.

Death by drowning in Navsari sea: ધુળેટીની મજા શોકમાં ફેરવાઈ, ઉભરાટ દરિયામાં નાહવા પડેલા ત્રણ યુવાનોના મોત

author img

By

Published : Mar 19, 2022, 8:34 PM IST

નવસારી: ધુળેટી આનંદ અને ઉલ્લાસનું પર્વ છે. ધૂળેટી પર્વ પર લોકો વેરભાવ ભુલી એકબીજાને રંગ લગાવી પ્રેમની ઉજવણી કરે છે. કોરોનામાં બે વર્ષ સુધી શાંતિપૂર્ણ રીતે ઉત્સવો ઉજવતા લોકો છૂટછાટ મળતા ઉત્સાહી થયાં હતાં. નવસારીમાં ઉભરાટ દરિયા કિનારે (Rising beaches in Navsari )સુરત અને નવસારીથી મોટી સંખ્યામાં લોકો ધુળેટી ઉજવવા પહોંચ્યાં હતાં.

ત્રણ યુવાનોના મોત

શુભમ દરિયાના પાણીમાં લાપતા બન્યો - નવસારી વિજલપોર (Death by drowning in Navsari)શહેરના શુભમ અન્ના એરડે ગતરોજ પોતાના મિત્રો સાથે ઉભરાટ દરિયા કિનારે ધુળેટી રમવા આવ્યો હતો. જેમાં શુભમ દરિયામાં નહાવા પડતા દરિયાના વહેણમાં તણાવા લાગ્યો હતો અને ઊંડા પાણીમાં ગરક થતાં ડૂબી જતા લાપતા બન્યો હતો. શુભમના મિત્રોએ બૂમાબૂમ કરતાં કિનારે હાજર પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો દોડી આવ્યા હતા. પરંતુ શુભમ દરિયાના પાણીમાં લાપતા બન્યો હતો.

આ પણ વાંચોઃ Two killed in Bharuch: ભરૂચના શુકલતીર્થ ગામના બે યુવાનો નદીમાં ડૂબવાથી મોત

મરોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી - બીજી તરફ મૂળ રાજસ્થાનના અને સુરતના સચિન GIDCમાં રહેતા( Surat Sachin GIDC )ભગીરથ મેઘવાળ અને હર્ષદ મેઘવાળ પોતાના ભાઈ અને મિત્રો સાથે ઉભરાટ ફરવા ગયા હતા. દરમિયાન તેઓ દરિયામાં નહાવા પડતા ભગીરથ અને હર્ષદ બંને દરિયામાં ખેંચાવા લાગ્યા હતા. બંનેના મિત્રોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા અને ભગીરથ તથા હર્ષદ દરિયામાં ડૂબી લાપત્તા બન્યા હતા.

ઉત્સવની ઉજવણીમાં મોત - આ સમગ્ર મુદ્દે ભગીરથના ભાઈ પ્રકાશ મેઘવાળની ફરિયાદના આધારે મરોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યારે આજે વહેલી સવારે ત્રણેયના મૃતદેહો ઉભરાટ દરિયા કિનારે મળી આવ્યા હતા. ત્રણ યુવાનોના ઉત્સવની ઉજવણીમાં મોત થતાં પરિવારમાં શોકની કાલિમા છવાઈ હતી.
આ પણ વાંચોઃ Mother attempted suicide : માતાએ પુત્ર સાથે પાટણના ખાન સરોવરમાં છલાંગ લગાવી, માસૂમ પુત્રનું મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.