ETV Bharat / state

તવડી ગામના તળાવ ખોદવામાં સરપંચનો ભ્રષ્ટાચાર, ગ્રામજનોનું ઉગ્ર આંદોલન - navsari news

નવસારીના તવડી ગામે 65 વીઘામાં ફેલાયેલા તળાવને નિયમ વિરૂદ્ધ ખોદી 15 કરોડનો ભ્રષ્ટાચાર આચાર્યો હોવાના આક્ષેપો સાથે ગુરૂવારે ગ્રામજનો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યા પહોંચ્યા હતા. જ્યા 9 મહિનાઓથી વિવિધ અધિકારીઓને રજૂઆત બાદ પણ નિવેડો ન આવતા કલેક્ટરને નીચે આવી આવેદન સ્વીકારવા માટેની જીદ કરી હતી. જેમા જીદે ચડેલા 100થી વધુ ગ્રામજનોને ગ્રામ્ય પોલીસે જબરદસ્તી ડિટેન કર્યા હતા. જેમા બંને વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.

Tawdi village
Tawdi village
author img

By

Published : Dec 3, 2020, 4:59 PM IST

Updated : Dec 3, 2020, 7:02 PM IST

  • કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચેલા ગ્રામજનોએ કલેક્ટરને નીચે બોલાવવાની જીદ પકડી
  • કલેક્ટર આવેદન સ્વીકારવા ન આવતા ગ્રામજનોનો હોબાળો, પોલીસે કર્યા ડિટેન
  • તવડીના સરપંચે ગામનું 65 વીઘા તળાવ નિયમ વિરૂદ્ધ ખોદી આચાર્યો કરોડોનો ભ્રષ્ટાચાર
  • કરોડો રૂપિયાનું તળાવ ખોદાયા બાદ પણ ગ્રામ પંચાયતમાં રૂપિયો જમા નહીં કર્યાના આક્ષેપો
    તવડી ગામના તળાવ ખોદવામાં સરપંચનો ભ્રષ્ટાચાર, ગ્રામજનોનું ઉગ્ર આંદોલન

નવસારી: જલાલપોર તાલુકાના તવડી ગામમાં આવેલી 64 વીઘા જમીનમાં 18 ફૂટ તળાવ ખોદવાનો પરવાનગી મળી હતી. પરંતુ સરપંચે તળાવને ગેરકાયદેસર રીતે 35 ફૂટ ખોદી કાઢ્યું હતું. જેને કારણે ગ્રામજનોએ સરપંચ અને તલાટી પાસે ગ્રામ પંચાયતમાં ભરવાના થતા રૂપિયા ભરવાની માગણી કરી હતી. પરંતુ સંતોષકારક જવાબ ન મળતા તંત્રમાં 9 મહિનાઓથી રજૂઆતો કરી હતી, પણ તંત્રમાં કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનો રોષે ભરાયા હતા. જેમાં આજે ફરી કલેક્ટરને રજૂઆત કરવા પહોંચતા વિવાદ વકર્યો હતો.

તળાવ મુદ્દે અગાઉ પણ થઈ હતી તકરાર

તવડી ગામે તળાવ મુદ્દે છ માસ અગાઉ પણ તકરારથઇ હતી. ગામના યુવાનોએ સરપંચ પાસેથી ભડોળનો હિસાબ માંગતા સરપંચ કેતન પટેલ અને યુવાનો વચ્ચે તકરાર થઈ હતી. એ સમયે કરોડો રૂપિયાનો પણ તે વખતે હિસાબ ન મળતા ગુરૂવારે વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે.

ગ્રામ્ય પોલીસે આવેદન આપવા આવેલા તમામને ડિટેન કર્યા

નવસારી જિલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચેલા તવડી ગામના ગ્રામજનોએ કલેક્ટર નીચે આવીને આવેદનપત્ર સ્વિકારે એવી જીદ પકડી હતી. જેમાં પોલીસે મધ્યસ્થી બનીને ગ્રામજનોની વાત કલેક્ટર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કલેક્ટર નીચે ન આવ્યા અને ગ્રામજનો ઉપર જઈ આવેદન આપવા તૈયાર ન હતા. જેમાં વિવાદ વકર્યો અને પોલીસે આવેદન આપવા આવેલા તવડીના તમામ ગ્રામજનોને બળજબરી પૂર્વક ડિટેન કરતા પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઝપાઝપી સહિત ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.

Last Updated : Dec 3, 2020, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.