ETV Bharat / state

Corona Update : નવસારીમાં સોમવારે 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા - નવસારીના કોરોના અપડેટ

નવસારીમાં છેલ્લા 24 ક્લાકમાં કોરોના(Corona)ના 9 કેસ નોંધાયા છે જે બાદ કોરોના એક્ટિવ કેસની સંખ્યા 119 થઇ ગઇ છે.

નવસારીમાં સોમવારે 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : Jun 14, 2021, 10:10 PM IST

  • સોમવારે 15 દર્દીઓ કોરોનાથી સાજા થયા
  • એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 119 થાય
  • આરોગ્ય વિભાગના ચોપડે આજે એક પણ મૃત્યુ નહીં

નવસારી: નવસારી જિલ્લો હવે કોરોના મુક્તિ તરફ આગળ વધી રહ્યો છે. જિલ્લામાં સોમવારે નવા 9 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા. જેની સાથે જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 119 થઈ છે. જયારે આરોગ્ય વિભાગના ચોપડે આજે પણ મૃત્યુ નોંધાયું નથી.

નવસારીમાં કુલ 6,778 દર્દીઓ કોરોનાથી સાજા થયા
નવસારીમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાં જનજીવન થાળે પડી રહ્યું છે. જ્યાં દિવસના 100 થી દોઢસો કેસો નોંધાતા હતા. ત્યાં હવે કોરોનાના નહિવત કેસ નોંધાઈ રહ્યાં છે. જેમાં સોમવારે નવસારીમાં નવા 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સામે 15 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. જેથી જિલ્લામાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 119 પર પહોંચી છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે આજે એક પણ મોત નોંધાયું નથી.

નવસારીમાં કુલ 7,086 કોરોનાના દર્દીઓ નોંધાયા
નવસારીમાં કોરોનાએ પગપેસારો કર્યાને 14 મહિના પૂરા થવા જઈ રહ્યાં છે. આ 14 મહિનામાં જિલ્લામાં કોરોનાના કુલ 7,086 દર્દીઓ નોંધાયા છે. જેની સામે કુલ 6,778 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે અત્યાર સુધીમાં કુલ 189 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.

કોરોના અપડેટ: સાબરકાંઠાના પોશીનામાં Corona guideline નો ભંગ, લગ્નપ્રસંગે હજારો લોકો એકઠા દેખાયા

Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં 405 પોઝિટિવ કેસ, 06 દર્દીના થયા મૃત્યુ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.