- જિલ્લામાં બુધવારે 153 દર્દીઓ કોરોનાથી સાજા થયા
- 610 એક્ટિવ કોરોના દર્દીઓ સારવાર હેઠળ
- જિલ્લમાં બુધવારે 49 લોકો કોરોના સંક્રમિત થયા હતા
નવસારી: નવસારીમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસ કરતા નેગેટીવ કેસની સંખ્યા બમણી થઇ રહી છે. જેમાં, બુધવારે વધુ 153 દર્દીઓ કોરોનાથી સાજા થતા જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 610 પર પહોંચી છે. જ્યારે, આરોગ્ય વિભાગના ચોપડે બુધવારે વધુ 4 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો હતો.
આ પણ વાંચો: નવસારીની સિવિલ હોસ્પિટલમાં નવતર પ્રયોગ: કોરોના દર્દીઓ માટે શરૂ કરાયું કલામ પુસ્તકાલય
નવસારીમાં કોરોનાથી જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા વધી
નવસારી જિલ્લામાં વાયુવેગે વધેલા કોરોનાના કેસ હવે બમણી ગતિએ ઘટી રહ્યા છે. દિવસેને દિવસે ઘટતા કોરોના કેસથી તંત્રને પણ થોડી રાહત મળી છે. જેમાં, બુધવારે વધુ 153 દર્દીઓએ કોરોનાને હરાવ્યો હતો. જેની સાથે જ જિલ્લામાં કોરોના સામે લડાઇ લડતા દર્દીઓની સંખ્યા 610 થઈ છે. જ્યારે, આજે વધુ 49 લોકો કોરોના સંક્રમિત થતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, મે મહિનામાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા પણ વધી છે.
આ પણ વાંચો: નવસારી સિવિલ હોસ્પિટલને હવામાંથી એક મિનિટમાં 500 લિટર ઓક્સિજન જનરેટ કરતો પ્લાન્ટ મળ્યો
નવસારીમાં કુલ 5785 દર્દીઓ કોરોનાથી સાજા થયા
નવસારી જિલ્લામાં કોરોના દરમિયાન જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં ધીમો પડેલો કોરોના માર્ચ મહિનાથી વાયુવેગે વધ્યો હતો. જેને કારણે અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 6563 લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. જેની સામે 5785 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. જ્યારે, આરોગ્ય વિભાગના ચોપડે ગત બે મહિનામાં કોરોનાથી વધુ મોત થઇ ચૂક્યા છે. જેની સાથે વર્ષ દરમિયાન કુલ 168 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.