ETV Bharat / state

નવસારીમાં કોરોનાના કેસ વધ્યા, રવિવારે નવા 146 કેસ નોંધાયા

નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં કોરોનાના કેસ ઘટવાને બદલે દિવસેને દિવસે વધી રહ્યા છે. નવસારીમાં રવિવારે 146 કોરોના પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં 1,225 કોરોનાના એક્ટિવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે આજે વધુ એક મોત નોંધાયું હતું.

નવસારીમાં કોરોનાના કેસ વધ્યા, રવિવારે નવા 146 કેસ નોંધાયા
નવસારીમાં કોરોનાના કેસ વધ્યા, રવિવારે નવા 146 કેસ નોંધાયા
author img

By

Published : May 10, 2021, 9:29 AM IST

  • નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત
  • જિલ્લામાં 1,225 દર્દીઓ સારવાર હેઠળ છે
  • જિલ્લામાં રવિવારે 128 દર્દી સાજા થયા હતા

નવસારીઃ જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે. એક સમયે જિલ્લામાં કોરોનાના કેસ ઓછા આવતા હતા, પરંતુ છેલ્લા થોડા સમયથી અહીં પણ કોરોનાના કેસ 100થી વધુ આવી રહ્યા છે. ત્યારે રવિવારે જિલ્લામાં કોરોનાના નવા 146 કેસ નોંધાયા હતા. આ સાથે જ જિલ્લામાં કોરોનાના કુલ 1,225 એક્ટિવ કેસ છે.

જિલ્લામાં 1,225 દર્દીઓ સારવાર હેઠળ છે
જિલ્લામાં 1,225 દર્દીઓ સારવાર હેઠળ છે

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટ્યું: 24 કલાકમાં 11084 નવા કેસ સાથે 14,770 દર્દીઓએ કોરોનાને માત આપી

જિલ્લામાં કુલ 3,801 દર્દીઓએ કોરોનાને હરાવ્યો

નવસારી જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. તેની સાથે કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. નવસારીમાં રવિવારે વધુ 146 કોરોના પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 1,225 પર પહોંચી છે, જેની સામે રવિવારે નવસારીમાં 128 દર્દીઓએ કોરોનાને હરાવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે ગણદેવીના 60 વર્ષીય વૃદ્ધનું કોરોનાના કારણે મોત નીપજ્યું હતું.

જિલ્લામાં રવિવારે 128 દર્દી સાજા થયા હતા

આ પણ વાંચોઃ સુરત ગ્રામ્યમાં કોરાના વાઇરસના નવા 274 કેસ નોંધાયા, 288 થયા સ્વસ્થ

નવસારીમાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 5,155 થઈ

જિલ્લામાં ફેબ્રુઆરી મહિનાથી કોરોના કેસ સતત વધી રહ્યા છે. સરકાર અને તંત્રના સતત પ્રયાસો છતાં પણ કોરોના ઘટવાનું નામ નથી લઈ રહ્યો, જેને કારણે અત્યાર સુધીમાં નવસારી જિલ્લામાં કુલ 5,155 કોરોનાના દર્દીઓ નોંધાયા છે, જેની સામે જિલ્લામાં કુલ 3,801 લોકોએ કોરોના સામેની લડાઈ જીતી છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 129 લોકોએ જીવ ગુમાવ્યો છે.

નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.