ETV Bharat / state

નવસારીમાં હારી રહ્યો છે કોરોના, આજે 132 દર્દીઓએ કોરોના સામે જંગ જીતી

નવસારી જિલ્લામાં જે રીતે કોરોનાએ ગતિ પકડી હતી, એ જ રીતે હવે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જિલ્લામાં આજે 132 કોરોના દર્દીઓ સાજા થતા, જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા ઘટીને 882 થઈ છે. જ્યારે 21 મેના રોજ નવા 65 લોકો કોરોના સંક્રમિત થયા હતા. સાથે જ આરોગ્ય વિભાગના ચોપડે આજે વધુ 4 લોકોના મોત નોંધાયા છે.

author img

By

Published : May 22, 2021, 9:48 AM IST

નવસારીમાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા ઘટીને 882 થઈ

  • નવસારીમાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા ઘટીને 882 થઈ
  • જિલ્લામાં આજે નવા 65 લોકો કોરોના સંક્રમિત થયા
  • આરોગ્ય વિભાગના ચોપડે 21 મેના રોજ વધુ 4 લોકોના મોત નોંધાયા
  • નવસારીમાં અત્યાર સુધીમાં 6,264 દર્દીઓ કોરોનાની જંગ જીત્યા

નવસારી: જિલ્લામાં ફેબ્રુઆરી 2021 બાદ કોરોનાની બીજી લહેર શરૂ થઈ હતી. જેમાં માર્ચના મધ્યથી શરૂ કરી સમગ્ર એપ્રિલ મહિનામાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો હતો. પરંતુ મે મહિનો શરૂ થતાં જ જિલ્લા માટે રાહત દેખાઈ રહી છે. મે મહિનામાં કોરોનાના કેસ વધવા સાથે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા ડબલ થઇ છે. નવસારીમાં આજે 132 દર્દીઓએ કોરોનાને હરાવ્યો હતો. જેની સાથે જ જિલ્લામાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ઘટી છે અને 882 એક્ટિવ કેસ નોંધાયા છે.

નવસારીમાં અત્યાર સુધીમાં 6,264 દર્દીઓ કોરોનાની જંગ જીત્યા

આ પણ વાંચો: નવસારીના નમો કોવિડ કેરમાંથી 7 કોરોના દર્દીઓને રજા અપાઇ

65 લોકો કોરોના સંક્રમિત થતા સારવાર હેઠળ

21 મેના રોજ વધુ 65 લોકો કોરોના સંક્રમિત થતા સારવાર હેઠળ છે. મે મહિનામાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો, પરંતુ મૃત્યુનો દર વધ્યો છે. જેમાં આજે આરોગ્ય વિભાગના ચોપડે નવસારી તાલુકામાં 50 વર્ષિય આધેડ મહિલા, ચીખલી તાલુકામાં 78 વર્ષીય વૃદ્ધ, ગણદેવી તાલુકામાં 39 વર્ષીય યુવાન અને વાંસદા તાલુકામાં 60 વર્ષીય આધેડ મળી કુલ 4 કોરોના દર્દીઓના મોત નોંધાયા છે.

આ પણ વાંચો: વિજલપોરમાં કોરોના પોઝિટીવ દર્દી પરિવાર સાથે થયો ગાયબ

નવસારીમાં અત્યાર સુધીમાં કુલ 6,304 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા

નવસારી જિલ્લામાં કોરોનાએ એક વર્ષ પુરૂ કર્યુ છે અને મે મહિના સાથેના છેલ્લા ચાર મહિનામાં જ કોરોનાની બીજી લહેરને કારણે કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 6,304 થઈ છે. જેની સામે કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યા 5,264 નોંધાઇ છે. જ્યારે કોરોનાને કારણે મૃત્યુદર પણ વધ્યો છે. જેમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના ચોપડે કુલ 158 કોરોના દર્દીઓના મોત નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.