ETV Bharat / state

કોરોનામુક્ત બનવા જઈ રહેલો નવસારી જિલ્લો ફરી કોરોનાયુક્ત બન્યો - corona transition in Navsari

નવસારી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી સતત કોરોના ગતિ પકડી રહ્યો છે. જ્યા 0 કે 1 કોરોના પોઝિટીવ કેસો આવતા હતા, ત્યાં આજે જિલ્લામાં 6 લોકો સંક્રમણનો ભોગ બનતા સારવાર હેઠળ ખસેડાયા હતા. જેમાં પણ જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં 43 લોકો કોરોના પોઝિટીવ આવતા નવસારી માટે ચિંતાનો વિષય બન્યો છે.

નવસારી
નવસારી
author img

By

Published : Mar 22, 2021, 11:07 PM IST

  • સોમવારના રોજ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
  • જિલ્લામાં શૈક્ષણિક સંથાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ થઈ રહ્યા છે કોરોના સંક્રમિત
  • જિલ્લામાં 15 દિવસોમાં 43 લોકો થયા કોરોના સંક્રમિત

નવસારી : જિલ્લામાં કોરોના આવ્યો એ પૂર્વે ભારત સરકારે કોરોના મહામારીને ધ્યાને લઇને લોકડાઉન જાહેર કરી દીધુ હતું. ત્યારબાદ નવસારીમાં 21 એપ્રીલના રોજ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. જેમાં વધારો થતા થતા જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક આજે 1600ને પાર પહોંચી ગયો છે. 11 મહિના બાદ નવસારીમાં કોરોનાના એક્ટિવ કેસ લગભગ શૂન્યની નજીક પહોંચ્યા હતા, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સહિત લગ્ન સમારોહ અને કાર્યક્રમો શરૂ થતા જ ફરી કોરોનાએ માથુ ઉંચકયું છે અને હવે કોરોના ગતિ પકડી રહ્યો છે. જ્યાં નવસારીમાં દિવસમાં 0, 1 કે 2 કેસ જ આવતા હતા, ત્યાં કેસોની સંખ્યા 4, 5 અને હવે 6 સુધી પહોંચી છે. નવસારીમાં સોમવારે વાંસદાની બે વિદ્યાર્થિનીઓ સહિત કુલ 6 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. હાલ નવસારી જિલ્લામાં કુલ 26 એક્ટિવ કેસ છે. કોરોના દર્દીઓની વધતી સંખ્યા નવસારી માટે ચિંતાનો વિષય બની છે.

આ પણ વાંચો - નવસારીની કોન્વેન્ટ સ્કૂલના બે શિક્ષકો કોરોના પોઝિટિવ

મોઢે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરતા કોરોનાના કેસોમાં વધારો થયો

કોરોનામુક્ત બનવા જઈ રહેલો નવસારી જિલ્લો ફરી કોરોનાયુક્ત બન્યો છે. અહીં રોજના સરેરાશ 3 લોકો કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યા છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ બાકાત રહ્યા નથી. નવસારીમાં છેલ્લા 15 દિવસોના કોરોના પોઝિટિવ કેસ પર નજર કરવામાં આવે, તો 8 માર્ચથી 22 માર્ચ સુધીમાં જિલ્લામાં કુલ 43 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમાં બે દિવસ એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. કોરોનાના વધતા કેસ પાછળ રાજકીય મેળાવડાઓ, લગ્ન સહિતના શુભ પ્રસંગો, નેતાઓના જન્મ દિવસના કાર્યક્રમો તેમજ જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ અને મોટે ભાગે મોઢે માસ્ક ન હોવાથી કોરોનનું સંક્રમણ વધી રહ્યુ હોવાનું તારણ લોકોમાં ચર્ચાતું રહ્યુ છે.

આ પણ વાંચો - નવસારીમાં શાળા બાદ બીએડ કોલેજના 2 પ્રાધ્યાપકો કોરોના પોઝિટિવ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.