- વિરોધી દળોના પદાધિકારીઓને ડિટેન કરાયા
- મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાયું છે કિસાન સંમેલન
- સંમેલનમાં નવસારી, ડાંગ અને વલસાડના 400 ખેડૂતોને બોલાવાયા
નવસારીઃ કૃષિ કાયદા વિશેની માહિતી આપવા ગુજરાત સરકારે કિસાન સંમેલનો શરૂ કર્યા છે. જેમાં નવસારીના સુરેખાઈ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આયોજિત સંમેલનમાં વિરોધ દર્શાવવા પૂર્વે કોંગ્રેસ અને BTSના પદાધિકારીઓને પોલીસે ડિટેન કર્યા છે.
સક્રિય BTS અને કોંગ્રેસી આગેવાનો ડિટેન કરાયા
ભારત સરકાર સામે છેલ્લા 23 દિવસોથી આંદોલન કરી રહેલા ખેડૂતોના આંદોલનને વિપક્ષી દળોએ સમર્થન આપ્યું છે, ત્યારે મોદી સરકારે ભારતમાં 700 કિસાન સંમેલન કરી ભાજપ શાસિત રાજ્યોના ખેડૂતોને કૃષિ કાયદાઓની માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. જેમાં નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના ખેડૂતો માટે નવસારીના આદિવાસી વિસ્તારમાં સુરખાઈ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કિસાન સંમેલન આયોજિત કર્યું છે. જેમાં ત્રણેય જિલ્લાના 400 ખેડૂતોને મુખ્યપ્રધાન કૃષિ કાયદા વિશેની માહિતી આપશે.
વિરોધ થઇ એ પહેલા જ વિરોધીઓને ડિટેન કર્યા
મુખ્યપ્રધાનના કાર્યક્રમમાં કોંગ્રેસ અને આદિવાસી સંગઠન BTS દ્વારા વિરોધ થઈ શકે એની સંભાવનાને જોઈ જિલ્લા પોલીસ દ્વારા વિરોધનો સુર છેડાયએ પૂર્વે જ તેમના ઘરેથી અથવા અન્ય જગ્યાએથી તેમને ડિટેન કર્યા છે. જેમાં ચીખલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, BTSના જિલ્લા પ્રમુખ પંકજ પટેલ અને ચીખલી મ પટેલનો સમાવેશ થાય છે.