નવસારીઃ જિલ્લામાં નવુ વર્ષ કોરોનાને(Corona cases in Navsari) લઇને આવ્યુ છે. જાન્યુઆરીના પ્રારંભથી જ જિલ્લામાં કોરોના કુદકેને ભૂસકે વધી રહ્યો છે. જિલ્લામાં 12 દિવસોમાં જ કોરોનાના 674 પોઝિટીવ કેસો સામે આવ્યા છે. જોકે અત્યાર સુધીમાં બહુ ઓછા કોરોના દર્દીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થવુ પડ્યુ છે, બાકી 90 ટકા દર્દીઓ ઘરે રહીને જ સારવાર લઇ રહ્યા છે. પરંતુ છેલ્લા અઠવાડિયામાં વધેલા કોરોના પોઝિટીવ કેસોને જોતા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયુ છે.
કોમ્યુનિટી આઇસોલેશન સેન્ટર ઉભા ક્યાં ક્યાં ઉભા કરાયા
નવસારીમાં વધતા કેસોને જોતા જિલ્લાના ગામડાઓ અને ત્રણ નગરપાલિકાઓમાં કોમ્યુનિટી આઇસોલેશન સેન્ટર(Community Isolation Center in Navsari) ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ગામડાઓમાં સરકારી પ્રાથમિક શાળાઓ કે પંચાયતના હોલમાં, જયારે નગરપાલિકા વિસ્તારોમાં કોમ્યુનિટી હોલ અથવા સરકારી શાળા કે અન્ય જગ્યાઓ શોધીને આઇસોલેશન સેન્ટર બનાવાયા છે. નવસારી-વિજલપોર શહેરમાં પણ 13 વોર્ડમાં 13 સેન્ટર બનાવી, 15-20 બેડની સુવિધા ઉભી કરવા સાથે જ સેન્ટર પર થર્મલ ગન, જરૂરી દવાઓની વ્યવસ્થા તેમજ આરોગ્યકર્મીઓને(Health Workers in Navsari) પણ જવાબદારી સોંપવામાં આવી છે. જયારે કોરોનાની સાંકળ તોડવા જિલ્લા કલેકટર દ્વારા લોકોને મોઢે માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે.
ગાર્ડા ચાલના સ્થાનિકોએ શાળામાં શરૂ થતા આઇસોલેશન સેન્ટરનો કર્યો વિરોધ
નવસારી-વિજલપોર શહેરના 13 વોર્ડમાં પાલિકા દ્વારા કોમ્યુનિટી આઇસોલેશન સેન્ટરો(Gujarat Community Isolation Centre) શરૂ કર્યા છે. જેના માટે બેડ, ગાદલા, તકિયા, ચારસા વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શહેરના વોર્ડ નં. 2 માં આવેલી ગાર્ડા ચાલ નજીકની મરાઠી મિશ્ર શાળામાં બનતા આઇસોલેશન સેન્ટરનો(Isolation Centres in India) ઉગ્ર વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ આઇસોલેશન સેન્ટર બનશે, તો ગાર્ડા ચાલ ભીડવાળો વિસ્તાર છે, સાથે જ લોકોની સ્થિતિ એટલી સારી નથી કે કોરોના થાય, તો ખાનગી હોસ્પિટલનો ખર્ચો ઉઠાવી શકે. જેથી ગાર્ડા ચાલ નજીકની મરાઠી શાળામાં આઈસોલેશન સેન્ટર ન બનાવવાની માંગણી ઉચ્ચારી હતી. સ્થાનિકોના વિરોધને પગલે ભાજપાના આગેવાનોએ ઘટના સ્થળે પહોંચી લોકોને સમજાવ્યા હતા.
આ પણ વાંચોઃ આંતલિયા GIDCમાં પકડાયેલા લાખોના બાયોડીઝલ બાદ બીલીમોરાના 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ
આ પણ વાંચોઃ નવસારીના ઉદ્યોગનગરમાં પાલિકા દ્વારા વધારવામાં આવેલા વેરાનો વિરોધ કરાયો