વિજલપોર શહેરના વિઠ્ઠલ મંદિર પાસે એક અકસ્માત થયો હતો. જે અકસ્માતે મોટું સ્વરૂપ ધારણ કરતા મામલો બિચક્યો હતો જેમાં 1000 જેટલું ટોળું સામ સામે આવીને પથ્થરમારો કરતા ટોળું બેકાબુ બન્યું હતું.
વિજલપુરની પોલીસથી ટોળું કાબુમાં ન આવતા નવસારી જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને 25 જેટલા ટિયરગેસ છોડતા ટોળું વિખરાઈ ગયું હતું. સાથે કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે રાત્રી દરમિયાન પોલીસને ઘટના સ્થળે તૈનાત કરી હતી. પોલીસે બંને જૂથને સાંભળીને ફરિયાદ લેવાની તજવીજ હાથધરી છે.