બીલીમોરામાં ચેન સ્નેચિંગના બનાવોમાં દિન-પ્રતિદિન વધારો થતો જોવા મળે છે. જેને પોલીસ પણ ઉકેલી શકતી નથી. વર્ષ દરમિયાન શહેરમાં 30 ચોરીના બનાવ, ચેન સ્નેચિંગના 20 અને ઘરફોડીના 20 જેટલા બનાવો બન્યા છે. તેમ છતાં બીલીમોરાના CCTV કેમેરા 3 વર્ષથી બંધ હાલતમાં છે.
બીલીમોરા ગુનેગારો માટે મોકળું મેદાન બની ગયું છે. અહીંના ગુનેગારોને પોલીસનો ડર રહ્યો નથી. જેના કારણે રાત્રી દરમિયાન ચોરી અને ચેન સ્નેચિંગ જેવા બનાવોમાં વધારો થતો જોવા મળે છે. બીલીમોરા પાલિકોએ બજેટમાં 10 લાખ રૂપિયા ફાળવ્યા છે. પરંતુ સંકલનના અભાવના કારણે શહેરમાં ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે.