ETV Bharat / state

પોતાના લાભની જ ચિંતા કરી સરકારી કર્મચારીઓ બની રહ્યા છે શિક્ષકો: સી.આર.પાટીલ - Gujarati writer

શિક્ષકો બાળકોને ભણાવવાની જગ્યાએ પગાર વધારો, મોંઘવારી ભથ્થું, રજામાં વધારો જેવા પોતાના જ લાભોની ચિંતા કરીને શિક્ષક મટીને સરકારી કર્મચારી (government employees) બની ગયા છે. આ શબ્દો નવસારી જિલ્લા ભાજપના નૂતન વર્ષના સ્નેહ મિલન સમારોહમાં ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે (C R Patil) કહેતા નવો વિવાદ છેડાયો છે.

government employees
government employees
author img

By

Published : Nov 13, 2021, 11:22 AM IST

  • ભાજપના સ્નેહ મિલન સમારોહમાં પ્રદેશ પ્રમુખનું વિવાદિત નિવેદન
  • શિક્ષકોને ગુરૂની ગરિમા જાળવવાની જરૂર
  • શિક્ષકોને ગુરૂ બનાવવા ગુજરાતી લેખિકા આપશે પ્રશિક્ષણ

નવસારી: ચીખલી તાલુકાના સમરોલી ગામે આવેલા ક્રિકેટ મેદાનમાં જિલ્લા ભાજપ દ્વારા શુક્રવારે નૂતન વર્ષ સ્નેહ મિલન (Sneha Milan) યોજાયુ હતું. જેમાં નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ (C R Patil) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ભાજપ સરકાર કઈ નવી યોજનાઓ લાવી રહી છે એની માહિતી આપી હતી. શાળાઓમાં આવતા વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે યુનિફોર્મ પહેરતા ન હોવાની વાત કરી, તેમને શાળા ખુલતા જ યુનિફોર્મ વ્યવસ્થિત પહેરવાની તાલીમ આપવાની યોજના બનાવાઈ હોવાનું જણાવ્યું હતું. સાથે જ શિક્ષકોને પણ શિક્ષિત બનાવી અપગ્રેડ કરવા માટે ગુજરાતી લેખિકા (Gujarati writer) ને એપોઇન્ટ કરી, તેમને પ્રશિક્ષણ આપવાની યોજના બનાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જેમાં શિક્ષકો તેમને મળેલા ગુરૂના પદની ગરિમા ભુલી, પગાર વધારો, મોંઘવારી ભથ્થું, રજામાં વધારો સહિતના વિવિધ પ્રશ્નો સાથે પોતાના લાભની જ ચિંતા કરી સરકારી કર્મચારી બની ગયા હોવાનું કહીને નવો વિવાદ છેડ્યો છે.

પોતાના લાભની જ ચિંતા કરી સરકારી કર્મચારીઓ બની રહ્યા છે શિક્ષકો: સી.આર.પાટીલ

આ પણ વાંચો: છેલ્લા છ મહિનામાં 100થી વધુ યુવાઓએ ડ્રગ્સની લત છોડવા સુરતના વ્યસન મુક્તિ કેન્દ્રની મુલાકાત લીધી

શિક્ષણ ક્ષેત્રે મોટા બદલાવ લાવવાનો ભાજપ પ્રમુખે આપ્યો અણસાર

ભાજપ દ્વારા સરકારી શિક્ષકોને અપગ્રેડ કરવા માટે ગુજરાતના જાણીતા લેખિકાને આખો પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે. જેમાં શિક્ષકો પોતાની શિક્ષક તરીકેની જવાબદારી ભુલતા થયા છે, સમાજમાં તેમને મળેલી ગુરૂની ગરિમાને પણ ભુલ્યા છે. શિક્ષક ગુરૂજી છે એ વાત તેમના મનમાં ઉતારવાનું કામ આગામી સમયમાં કરવાની તૈયારી ભાજપ પ્રમુખે બતાવી હતી. લેખિકા (Gujarati writer) દ્વારા ભાષણો સાથે શિક્ષકોને પ્રશિક્ષિત કરવા રાજ્યના જિલ્લાઓમાં પ્રશિક્ષણ કાર્યશાળા કરવાની વાત પણ તેમણે કરી હતી.

આ પણ વાંચો: સરથાણામાં જ્વેલર્સના દરવાજે અજાણ્યા શખ્સે 3 રાઉન્ડ ફાયરીંગ કર્યું, વેપારીએ શો- રૂમ બંધ કરી દેવો પડ્યો

શિક્ષકોને શિક્ષણ કાર્ય સિવાય મળે છે અન્ય 100 કામો

નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ધર્મેશભાઈએ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ (C R Patil) ના વિવાદિત નિવેદન સામે પ્રતિક્રિયા આપી હતી કે, શિક્ષકો પોતાનો હક્ક માંગે એમાં ખોટુ શું છે. સરકાર દ્વારા શિક્ષકોને શાળામાં 10થી 5 શિક્ષણ કાર્યમાં રહેવા દેવામાં આવે તો જ બહુ છે. શિક્ષકો વર્ષ દરમિયાન શિક્ષણ સિવાય સરકાર દ્વારા આપવામાં આવતા અન્ય 100 કામો કરતા હોય છે. જેમાં વસ્તી ગણતરી, ચૂંટણી દરમિયાન મતદાર યાદી સુધારણા, ચૂંટણીની કામગીરી, મત ગણતરી, અનાજ વિતરણ, હાલ કોરોના કાળમાં વેક્સિનેશનની કામગીરી, ઘણા સરકારી કાર્યક્રમોમાં હોલ ભરવાની કામગીરી જેવી અન્ય 100 જેટલી કામગીરી લેવામાં આવે છે. શિક્ષકો દ્વારા સરકારમાં વિરોધ પણ કરવામાં આવ્યો છે પણ શિક્ષણના હિતમાં કોઈ નિર્ણય નથી થયો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.