નવસારીઃ વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટમાં (Vadodara Mumbai Express Highway Project) બોગસ દસ્તાવેજોને આધારે ખેડૂતોને જગ્યાએ ભૂમાફિયાઓએ, વકીલો અને અધિકારીઓ સાથેના કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું પ્રકરણમાં નવસારી જિલ્લા પોલીસે સીટની રચના કરી છે. ઉલ્લેખનીય છે કે, જમીન સંપાદન કરોડોના કૌભાંડમાં (Land Scam in Navsari) પોલીસે વધુ 17 અરજીઓ મળી છે. જ્યારે જમીન વિવાદ સાથે સંકળાયેલી અધધ ફરિયાદો મળતા પોલીસ તપાસમાં હાથ ધરાઈ છે.
બોગસ દસ્તાવેજો બનાવીને કરોડો રૂપિયાની છેતરપિંડી
નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય જણાવ્યું હતું કે, ભારત સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેન અને વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવેની જમીનમાં કરોડોના કૌભાંડ બહાર આવી રહ્યું છે. જમીન સંપાદનમાં ભૂમાફિયાઓ સતર્ક થયા બાદ અસરગ્રસ્ત ખેડૂતો અને NRI ખેડૂતોની જમીનના બોગસ દસ્તાવેજો (Bogus Documents of Land in Navsari) બનાવી, બોગસ માણસો ઉભા કરી બેન્ક એકાઉન્ટ ખોલાવીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું ધ્યાને આવ્યું હતું.
મહેસૂલ પ્રધાને તળિયાઝાટક તપાસના આદેશ
આ સમાચારને લઈને રાજ્યના મહેસૂલ પ્રધાન દ્વારા તળિયાઝાટક તપાસના આદેશ આપ્યા હતા. જેમાં સુરત રેન્જ IGP દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. તપાસ દરમિયાન કૌભાંડમાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે અન્ય કોઈ ઠગાયા હોય તો ફરિયાદ કરવાની અપીલ કરી હતી.
આ પણ વાંચોઃ Land Scam: મુન્દ્રા-બારોઇના જમીન કૌભાંડનો આંક 100 કરોડને પાર
જમીન વિવાદ હોય એવી અધધ 700 અરજીઓ
નવસારી જિલ્લા પોલીસ વડાને અત્યાર સુધીમાં જમીન સંપાદનમાં છેતરપિંડીનો ભોગ બનેલા અસરગ્રસ્તોની વધુ 17 અરજીઓ મળી છે. જેની સાથે જ સંપાદન સિવાય જમીન પચાવી પાડી હોય અથવા જમીન વિવાદ હોય એવી અધધ 700 અરજીઓ મળી છે. જેથી નવસારી જિલ્લા પોલીસે પણ એક PI અને ચાર PSI સહિત જિલ્લા SITની રચના કરી છે.
સંડોવણીનું મોટા માથાઓ બહાર આવી શકે છે
SITદ્વારા હાલ નવસારી પોલીસને મળેલી ફરિયાદોની સ્ક્રુટિની કરવામાં આવી રહી છે. ત્યારબાદ દોષીતો સામે ફરિયાદ નોંધાશે. જેથી જમીન સંપાદનના વળતરના કૌભાંડમાં વધુ ગુનાઓ (Land Scam Crime in Navsari) નોંધાવા સાથે બોગસ દસ્તાવેજ (Land Fraud from Bogus Document)બનાવનાર તેમજ વકીલ અને સરકારી અધિકારીઓ સહિત મોટા માથાઓની પણ સંડોવણી બહાર આવે એવી શક્યતા છે.
આ પણ વાંચોઃ લાયજાના બહુ ચર્ચિત જમીન કૌભાંડ મામલે CID ક્રાઇમ દ્વારા પ્રભુ રામ ગઢવીની કરાઈ ધરપકડ