નવસારીઃ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2020માં લેવાયેલી બોર્ડ પરીક્ષાઓ બાદ એક કે બે વિષયોમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પુરક પરીક્ષાઓ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં પણ મંગળવારથી રાજ્યની સાથે નવસારી જિલ્લામાં પણ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અને ધોરણ 10ની પરીક્ષાઓ લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
![નવસારીમાં કોરોનાની ગાઈડ લાઈનને ધ્યાને લઇ શરૂ થઇ બોર્ડની પુરક પરીક્ષાઓ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-purak-parixa-rtu-gj10031_25082020175538_2508f_1598358338_556.jpg)
જો કે, વિષય અનુસાર અને દિવસમાં સવારે અને બપોરે એમ બે પાળીમાં પરીક્ષાઓ લેવાશે, જેથી વિદ્યાર્થીઓની સંખ્યા પણ વિષય અનુરૂપ રહેશે. સાથે જ ધોરણ 12ની પરીક્ષા 27 ઓગસ્ટ સુધી અને ધોરણ 10ની પરીક્ષા 28 ઓગસ્ટ સુધી ચાલશે. મંગળવારે પ્રથમ દિવસે સવારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગણિત વિષયમાં 142 વિદ્યાર્થીઓએ અને ધોરણ 10માં ફક્ત 15 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે બપોરે જીવ વિજ્ઞાનમાં 104 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
![નવસારીમાં કોરોનાની ગાઈડ લાઈનને ધ્યાને લઇ શરૂ થઇ બોર્ડની પુરક પરીક્ષાઓ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-purak-parixa-rtu-gj10031_25082020175538_2508f_1598358338_506.jpg)
26 ઓગસ્ટ બુધવારમના રોજ ધોરણ 12ના રસાયણ વિજ્ઞાનના 1,102 વિદ્યાર્થીઓ અને ધોરણ 10માં 97 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12ના અંગ્રેજીના વિષયમાં ફક્ત 3 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 27 ઓગસ્ટ ગુરુવારે સવારે ધોરણ 12 સંસ્કૃત વિષયમાં ફક્ત એક વિદ્યાર્થી, જ્યારે ધોરણ 10માં 7 અલગ-અલગ શાળાઓમાં 2,533 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુરૂવારે બપોરે ધોરણ 12ના ભૌતિક વિજ્ઞાન વિષયમાં 622 વિદ્યાર્થીઓ અને ધોરણ 10માં ફક્ત 3 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 28 ઓગસ્ટ, શુક્રવારે સવારે ધોરણ 10ની પરીક્ષા 7 શાળાઓમાં 1,931 વિદ્યાર્થીઓ અને બપોરે 1 શાળામાં 34 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
પુરક પરીક્ષાને લઈને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નવસારી નગર પાલિકા, પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગની મદદથી કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્તતાથી પાલન કરીને લેવાઇ રહી છે. જેમાં વિદ્યાર્થીઓ શાળામાં આવે પૂર્વે અને જાય એ પૂર્વે શાળાને સેનેટાઈઝ કરવા સાથે જ સોશિયલ ડીસ્ટનસિંગનાં પાલન સાથે વિદ્યાર્થીઓની પુરક પરીક્ષાઓ શરૂ કરવામાં આી છે.