ETV Bharat / state

Blast in Marriage gift : મેરેજ ગિફ્ટમાં બ્લાસ્ટ થયો, વાંસદાના મીંઢાબારી ગામની ઘટનામાં જાણો શું થયું

પ્રેમ પ્રકરણની અદાવતે એક લગ્નપ્રસંગને મુશ્કેલીમાં મૂકી દીધો હતો. નવવધૂની બહેનના પૂર્વ પ્રેમીએ ડિટોનેટર મૂકીને ભેટમાં આપેલા રમકડાંના બ્લાસ્ટમાં વરરાજા ઇજાગ્રસ્ત થયાં હતાં. ટેડીબેર ગિફ્ટમાં બ્લાસ્ટની (Blast in Marriage gift ) આ ઘટનામાં કન્યાના પૂર્વ પ્રેમી તરફ શંકાની સોય (Vansada police investigation ) તકાઇ રહી છે.

Blast in Marriage gift : મેરેજ ગિફ્ટમાં બ્લાસ્ટ થયો, વાંસદાના મીંઢાબારી ગામની ઘટનામાં જાણો શું થયું
Blast in Marriage gift : મેરેજ ગિફ્ટમાં બ્લાસ્ટ થયો, વાંસદાના મીંઢાબારી ગામની ઘટનામાં જાણો શું થયું
author img

By

Published : May 19, 2022, 5:56 PM IST

નવસારી : નવસારીના વાંસદા તાલુકાના મીંઢાબારી ગામમાં લગ્ન પ્રસંગમાં ગિફ્ટમાં (Blast in Marriage gift ) મળેલા રમકડાના ટેડીબેરને (Blast in a teddy bear gift ) ચેક કરતા તેમાં ધડાકાભેર બ્લાસ્ટ થતાં વરરાજા સાથે 3 વર્ષીય બાળકને ગંભીર ઇજાઓ પહોંચતા નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા છે. જ્યારે સમગ્ર મુદ્દે પ્રેમ પ્રકરણમાં પૂર્વ પ્રેમીએ રમકડામાં ડિટોનેટર મૂકીને આપ્યું હોવાની શંકા સેવવામાં આવી રહી છે. જોકે ખરી હકીકત પોલીસ (Vansada police investigation ) તપાસ બાદ જ બહાર આવશે. વધૂની બહેનના પૂર્વ પ્રેમીએ રમકડું ભેટમાં આપ્યું હોવાનો ખુલાસો થયો છે.

નવવધૂની બહેનના પૂર્વ પ્રેમીએ ડિટોનેટર મૂકીને ભેટમાં આપેલા રમકડાંના બ્લાસ્ટમાં વરરાજા ઇજાગ્રસ્ત થયાં

આ પણ વાંચો - ઓહ! પતિએ પોતાની પત્નીને પોતાના મિત્ર સાથે જ આવું કામ કરવા દબાણ કર્યું પછી...

પૂર્વ પ્રેમીના કારસ્તાનની શંકા- નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મીંઢાબારી ગામે 12 મી મેના દિવસે લતેશ ગાવિત નામના યુવાનના લગ્ન હતાં. ત્યારે વધૂની બહેનના પૂર્વ પ્રેમી રાજુ ધસનુખ પટેલ દ્વારા તેની આશાવર્કર મિત્ર આરતી ભોયા મારફત એક ટેડીબેર જેવું ઈલેક્ટ્રોનિક્સ ગિફ્ટ (Blast in Marriage gift )મોકલાવ્યું હતું તેવું નિવેદન વરરાજાના સસરા સુરેશભાઈએ આપ્યું હતું. જેમાં પરિવાર લગ્નમાં આવેલા તમામ ગિફ્ટ જોઈ રહ્યો હતો ત્યારે ટેડીબેર જેવા દેખાતા ગિફ્ટમાં (Blast in a teddy bear gift ) રહેલા વાયરને સોકેટમાં નાખતા જ ધડાકો થયો હતો. જેમાં વરરાજાની આંખમાં ગંભીર ઇજા સાથે ડાબા હાથનું કાડું ઘટનાસ્થળે જ તૂટી ગયું હતું.

આ પણ વાંચો - ગુજરાત ATS-સુરત SOGના મોટા ઑપરેશનમાં છ શખ્સોની ધરપકડ, હત્યા અને ડ્રગ્સ કેસમાં છુપાતા ફરતા આ રીતે પકડાયા

વરરાજા અને બાળક સારવાર હેઠળ- વરરાજાને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે અને 3 વર્ષીય ભત્રીજો જિયાંશ પંકજ ગાવિતને કપાળમાં ફ્રેકચર થતાં વાંસદાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ કેસમાં (Blast in a teddy bear gift ) વરરાજાની આંખ 100 ટકા ડેમેજ હોવાની સંભાવના છે. આ સમગ્ર ઘટનામાં (Blast in Marriage gift ) ગિફ્ટ મોકલનાર પૂર્વ પ્રેમી રાજુ ધનસુખ પટેલ શંકાના દાયરામાં છે. વાંસદા પોલીસે (Vansada police investigation ) જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે અને પરિવારના નિવેદન નોંધવાની શરૂઆત કરી છે. સાથે જ સમગ્ર પ્રકરણમાં પોલીસે ઘટના સ્થળે FSLની ટીમની તપાસમાં ટેડીબેરમાં ડિટોનેટર હોવાની શંકા જોવાઈ રહી છે અને આ મામલે SOG સહિત વાંસદા પોલીસે તપાસને વેગ આપ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.