ETV Bharat / state

PM અને CMના ચહેરા પર લાગી કાળી શાહી - PM and CM Protest

નવસારીમાં વડાપ્રધાન અને મુખ્યપ્રધાનના ચહેરા વાળા બેનર પર અજાણ્યા શખ્સોએ કાળી શાહી લગાડતા વિવાદ વકર્યો છે. આ ઘટનાને લઈને ભાજપના કાર્યકરોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. Protest BJP in Navsari, Black ink applied banner PM and CM

PM અને CMના ચહેરા પર લાગી કાળી શાહી
PM અને CMના ચહેરા પર લાગી કાળી શાહી
author img

By

Published : Aug 29, 2022, 9:54 AM IST

નવસારી શહેરના પુણેશ્વર વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના બેનર પર કાળી શાહી અજાણ્યા શખ્સોએ કાળી શાહી લગાડી છે. નવસારીનો જલાલપુર તાલુકો ભાજપનું ગઢ માનવામાં આવે છે. ત્યારે પુણેશ્વર વિસ્તારમાં ગણપતિના (PM Modi banner Black ink) મંડપ પર લગાવવામાં આવેલા વડાપ્રધાન અને મુખ્યપ્રધાનના ચહેરા વાળા બેનર ઉપર અજાણ્યા શખ્સો દ્વારા કાળી શાહી લગાડી જતા વિવાદ વકર્યો છે.

આ પણ વાંચો બેંગ્લૂરુમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતનો ખરો ફજેતો થયો

શાંતિ ડહોળવાનો પ્રયાસ મળતી માહિતી મુજબ વડાપ્રધાન અને મુખ્યપ્રધાનના ફોટા પર સહી લગાવી અપમાન કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ જલાલપોર શહેરના ભાજપના કાર્યકર્તાને થતાં ગણપતિ મંડપ પર લગાવવામાં આવેલા બેનર તાત્કાલિક ધોરણે ઉતારી લેવામાં આવ્યા હતા. વડાપ્રધાન અને મુખ્યપ્રધાનનું અપમાન કરવા બદલ ભાજપના આગેવાન દ્વારા જલાલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ પહેલા પણ કોંગ્રસના બેનર પર કાળી શાહી લગાવવામાં આવી રહી છે. પરંતુ કોઈ પણ પક્ષના નેતા કે કાર્યકરો દ્વારા હજુ એ જાણવા નથી મળ્યું કે એકબીજાના બેનર પર કાળી શાહી લગાડવાથી શું ફાયદો થાય છે. ચૂંટણીને લઈને કદાચ સતત હેડલાઈનમાં આવવાનો પ્રયાસ પણ થતો હોય છે.

આ પણ વાંચો જાણો દેવેન્દ્ર ફડણવીસે નેતાઓના રાજીનામાંની માંગ કેમ કરી

પોલીસ ફરિયાદ આ સમગ્ર ઘટનાને લઈને ભાજપ કાર્યકરો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જલાલપોર પોલીસ દ્વારા કાળી શાહી વાળું બેનર જપ્ત કરવામાં આવ્યું અને કાળી શાહી લગાવનાર આરોપીને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે. ત્યારે વિરોધ પક્ષ દ્વારા આ કાર્ય કરવામાં આવી રહ્યું હોય તેવી માહિતી સૂત્રો અનુસાર મળી રહી છે. Protest BJP in Navsari, Black ink applied banner PM and CM, Assembly Election 2022,PM and CM banner Controversy in Navsari

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.