ETV Bharat / state

ઓડિશાની ચૂંટણી જીતવા ભાજપ અપનાવશે પેજ પ્રમુખની રણનીતિ

ગુજરાતમાં પેજ પ્રમુખની રણનીતિ કારગર સાબિત થતાં હવે દેશના અન્ય રાજ્યોમાં પણ પેજ પ્રમુખની ફોર્મ્યુલાથી સત્તાનું સુકાન મેળવવા ભાજપ સંગઠન મજબૂત કરી મતદારોને પોતાના તરફ કરવાના પ્રયાસ કરશે. ઓડિશા ભાજપના પ્રતિનિધિમંડળે નવસારી લોકસભાના ગામડાંઓમાં ફરીને પેજ પ્રમુખ અને કમિટી કેવી રીતે મતદારોને ભાજપ સાથે જોડે છે, એની કક્કો-બારખડી શીખી હતી.

ઓડિશાની ચૂંટણી જીતવા ભાજપ અપનાવશે પેજ પ્રમુખની રણનીતિ
ઓડિશાની ચૂંટણી જીતવા ભાજપ અપનાવશે પેજ પ્રમુખની રણનીતિ
author img

By

Published : Sep 24, 2021, 9:49 PM IST

  • ઓડિશાના સાંસદ અપરાજિતા સારંગી સાથે 15 સભ્યોના પ્રતિનિધિ મંડળે શીખી પેજ પ્રમુખની કક્કા-બારખડી
  • ગુજરાતમાં અસરકારક નીવડી છે, પેજ પ્રમુખની રણનીતિ
  • ઓડિશાના પ્રતિનિધિ મંડળે નવસારીના ગામડાઓમાં ફરી પેજ પ્રમુખની જાણી બારીકાઇ
  • પેજ પ્રમુખની ફોર્મ્યુલા થકી નવસારી લોકસભા પર જંગી બહુમતીથી જીત્યાં હતાં સાંસદ સી. આર. પાટીલ

નવસારી : ગત લોકસભા ચૂંટણીમાં નવસારી લોકસભા બેઠક પર સી. આર. પાટીલે મૂળ મધ્યપ્રદેશમાં લાગુ થયેલી પેજ પ્રમુખની ફોર્મ્યુલા ઉંચકી, તેમાં સુધારા કરી, રણનીતિ બનાવી હતી. જેના પરિણામે સી. આર. પાટીલ સમગ્ર ભારતમાં જંગી બહુમતીથી ચૂંટણી જીત્યાં હતાં. આ ફોર્મ્યુલાને પાટીલે પ્રદેશ પ્રમુખ બન્યાં બાદ ગુજરાત વિધાનસભાની પેટાચુંટણીમાં અપનાવી અને 8 વિધાનસભા ભાજપના ખોળામાં આવી હતી. ત્યારબાદ તાલુકા અને જિલ્લા પંચાયત કબજે કરવામાં પણ પેજ પ્રમુખ ફોર્મ્યુલા ભાજપ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ. તાલુકા-જિલ્લા પંચાયતો ભાજપે જીતી પણ ખરી અને મતોની ટકાવારી પણ વધી હતી. જેથી સી. આર. પાટીલ દ્વારા અપનાવવામાં આવેલ પેજ પ્રમુખની ફોર્મ્યુલાની બારીકાઇ શીખવા ઓડિશાના ભુવનેશ્વરના સાંસદ અને પૂર્વ IAS અપરાજિતા સારંગી સહિત 15 સભ્યોનું પ્રતિનિધિ મંડળ ત્રણ દિવસો સુધી નવસારી લોકસભા બેઠકનાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ફર્યું હતું.

ઓડિશાની ચૂંટણી જીતવા ભાજપ અપનાવશે પેજ પ્રમુખની રણનીતિ

પેજ પ્રમુખ થકી ભાજપને એક પેજ પર મળે છે અંદાજે 150 કાર્યકર્તા

કોઇપણ રાજકીય પક્ષ માટે ચુંટણી જીતવા સંગઠન મજબૂત હોવું ખુબ જ જરૂરી હોય છે. નબળા સંગઠનના સહારે જીત મુશ્કેલ બને છે, ત્યારે ચૂંટણીટાણે રાજકીય પક્ષો સંગઠનને એક્ટિવ કરી ચૂંટણીજંગ જીતવાની રણનીતિ ઘડતાં હોય છે. જેની સામે ગુજરાત ભાજપે મતદારો સુધી પહોંચવા બૂથથી પણ નીચે 30 મતદારોના એક પેજ સુધી પહોંચી, એ પેજના પાંચ મતદારોની કમિટી બનાવી અને એમાંથી જે ભાજપનો જ કાર્યકર્તા હોય અથવા સંગઠનનુ કામ કરી શકે એવા વ્યક્તિને પેજ પ્રમુખ બનાવી, એક બૂથમાં અંદાજે 150 એક્ટિવ કાર્યકર્તાઓ ઉભા કરી લીધા હતાં. જેને કારણે મતદારો સાથે સીધા સંકળાયેલા રહે એવા કાર્યકર્તાઓ ભાજપને મળ્યાં, સાથે જ ચૂંટણીટાણે મતદારોને ભાજપ તરફે રાખવામાં પણ મદદ મળી રહી.

મંડળ પ્રમુખ, બુથ પ્રમુખ અને પેજ પ્રમુખને મળીને જાણી તેમની કાર્યપ્રણાલી

ઓડિશા ભુવનેશ્વરના સાંસદ અને પૂર્વ IAS અપરાજિતા સારંગી સાથે ઓરિસ્સા ભાજપના ઉપાધ્યક્ષ, બે ધારાસભ્યો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પદાધિકારીઓ, IT સેલના પદાધિકારીઓ સહિતના પ્રતિનિધિ મંડળે પેજ પ્રમુખની ફોર્મ્યુલા સમજવા નવસારી જિલ્લા ભાજપના પેજ કમિટીના કન્વીનર અશોક ગજેરા, મનીષ પટેલ અને હેમલતા ચૌહાણ પાસેથી ઝીણવટભરી માહિતી મેળવી હતી. જેમાં ગણદેવી તાલુકા મંડળ, ગણદેવી શહેર અને બે ગામડાઓમાં જઈ પેજ પ્રમુખને ધ્યાને રાખી મંડળ પ્રમુખ, બૂથ પ્રમુખ અને પેજ પ્રમુખની કાર્યપ્રણાલી સમજી હતી. જેમાં પણ પેજ પ્રમુખ બનાવવામાં કઈ બાબતોનું ધ્યાન રાખવાનું તેમજ એક પેજ પર 30 મતદારો અને તેમાંથી પાંચ કમિટી સભ્યો બનાવવા વિશેની માહિતી મેળવી હતી.

મધ્યપ્રદેશના પન્ના પ્રમુખથી અલગ છે, ગુજરાતની પેજ પ્રમુખની ફોર્મ્યુલા

મધ્ય પ્રદેશ ભાજપ દ્વારા ચૂંટણી જંગ જીતવા આરંભાયેલી પન્ના પ્રમુખની ફોર્મ્યુલા અપનાવી હતી. જેમાં મતદાર યાદીના એક પેજની બંને તરફ મળી કુલ 60 મતદારો હતાં અને તેમાંથી પન્ના પ્રમુખ બનાવી કામગીરી કરાતી હતી. જેને નવસારીના સાંસદ સી. આર. પાટીલે અપનાવી, પણ એમાં કોર્પોરેટ મગજ વાપરી મતદાર યાદીના એક પેજને એક તરફના 30 મતદારોને જ લેવામાં આવ્યાં. જેમાંથી ભાજપના કાર્યકર્તા હોય તો તેને જ પેજ પ્રમુખની જવાબદારી આપી. તેની સાથે અન્ય ચાર સભ્યો જોડી પેજ કમિટી બનાવવામાં આવી. અગર કોઈ પેજ પર ભાજપના કાર્યકર્તા ન મળે તો અન્ય જગ્યાએથી ભાજપી કાર્યકર્તાને પેજ પ્રમુખ બનાવવામાં આવ્યો. જેથી 30 મતદારો પર 5 ભાજપના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કાર્યકર્તાઓ બન્યાં અને જેને કારણે મતદારોને ભાજપ સાથે જોડવામાં સફળતા પણ મળી. પ્રમુખને ઓળખ કાર્ડ પણ અપાયાં જેને કારણે પેજ પ્રમુખોએ ઉત્સાહથી કામ કર્યુ અને પરિણામ ચૂંટણી જંગમાં ભાજપની જીત મળી હતી.

ભાજપની પેજ પ્રમુખની ફોર્મ્યુલા થકી, નવસારીમાં મળ્યાં 1.77 લાખથી વધુ કાર્યકર્તાઓ

નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા અપનાવવામાં આવેલ પેજ પ્રમુખની ફોર્મ્યુલા થકી નવસારી જિલ્લામાં ભાજપને 1.77 લાખથી વધુ કાર્યકર્તાઓ મળ્યાં. કારણ 30 મતદારોના એક પેજમાંથી એક પ્રમુખ સાથે પાંચ સભ્યોની કમિટી બનાવી. જેમાં એક બુથ પર લગભગ 30 પેજ હોય છે. જેથી એક બુથ પર અંદાજે દોઢસો ભાજપી કાર્યકર્તા થયા, આ પ્રકારે નવસારી જિલ્લામાં 1180 બુથ છે. જેથી ભાજપને કુલ 1.77 લાખથી વધુ કાર્યકર્તાઓ મળ્યાં જેનું પરિણામ ચૂંટણીમાં મળ્યું હતું.

ઓડિશા ભાજપ પેજ પ્રમુખની ફોર્મ્યુલા થકી 2024માં સરકાર બનાવવા કરશે પ્રયાસ - સાંસદ સારંગી

પેજ પ્રમુખની ફોર્મ્યુલાને સમજ્યાં બાદ ઓડિશાના ભુવનેશ્વરના સાંસદ અપરાજિતા સારંગીએ જણાવ્યુ હતું કે, અમે પેજ પ્રમુખ, એની કમિટી અને પેજની ટીમ કેવી રીતે કામ કરે છે એની સંપૂર્ણ માહિતી મેળવી છે. મેં કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને સચિવ જેવા પદ પર રહીને એક ઓર્ગેનાઇઝેશન સરળતાથી કેવી રીતે ચલાવી શકાય એના ઘણાં લેશન મેળવ્યાં છે. પરંતુ ગુજરાત ભાજપની પેજ પ્રમુખ ફોર્મ્યુલા ભાજપને માટે જીત છે. પેજ પ્રમુખ થકી અમે આવનારી ચૂંટણીમાં ઓડિશામાં સરકાર બનાવવાના પૂરા પ્રયાસો કરીશું. સાથે જ જે રાજ્યોમાં ભાજપની સરકાર નથી, એ રાજ્યોમાં પણ પેજ પ્રમુખની ફોર્મ્યુલા થકી ભાજપ સરળતાથી સરકાર બનાવવામાં સફળ થશે, એવી આશા પણ વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃ કોંગ્રેસ સહિત વિપક્ષો માટે અણુબોમ્બ બને તેવી છે 'પેજ પ્રમુખ રણનીતિ'

આ પણ વાંચોઃ ભાજપી કાર્યકરોએ અધિકારી સાથે દોસ્તી રાખવી નહીં, હોય તો તોડી દેજો :પ્રદેશ પ્રમુખ ઉવાચ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.