- ગામના 465 લોકોએ લીધી કોરોના રસી
- 265 લોકોએ લીધો પ્રથમ ડોઝ, 200 લોકો બીજો ડોઝ લઈ થયા સુરક્ષિત
- આરોગ્ય વિભાગે ભૂતસાડના લોકોને આપ્યા અભિનંદન
નવસારી: કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લઢવા માટે રસી એક માત્ર કારગર હથિયાર સાબિત થઈ શકે છે. જેથી નવસારી જિલ્લામાં શરૂ થયેલા રસીકરણ મહાઅભિયાનનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જેમાં ગામડાઓમાં ઓછા રસીકરણ સામે જલાલપોર તાલુકાનું ભૂતસાડ ગામ જિલ્લાનું પ્રથમ 100 ટકા કોરોના રસી લેનારૂ ગામ બન્યુ છે.
ગામમાં 100 ટકા રસીકરણ
જિલ્લામાં જૂન મહિનામાં 18 વર્ષથી ઉપરના યુવાઓને કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત થતા જ શહેરમાં રસી માટે ભીડ જોવા મળી હતી, પણ ગામડાઓમાં લોકોને કોરોના રસી અંગે અનેક શંકાઓ હોવાના કારણે લોકો રસી લેતા ખચકાતા હતા. જેને કારણે નવસારી જિલ્લામાં રસીકરણ ઓછુ રહ્યું હતું. નવસારીના ભૂતસાડ ગામ 654ની વસ્તિ ધરાવે છે પણ અફવાઓને કારણે લોકો રસી લેતા ડરી રહ્યા હતા. ગામના પ્રસાશને ગામવાળાઓને મહામહેનતે સમજાવી ગામલોકોને રસી અપાવી હતી અને ગામ જિલ્લાનું પ્રથમ 100 ટકા કોરોના વેક્સિન લેનારૂ ગામ બન્યુ છે.
આ પણ વાંચો : Corona Vaccination Campaign: નવસારીમાં વેક્સિનની અછત સર્જાતા રસીકરણ કેન્દ્રો પર લોકોની ભીડ
ઓછી વેક્સિન મળવા છતાં રસીકરણ વધાર્યુ
નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં રસીની અછત હોવા છતા રસીકરણ અભિયાનને વેગ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેના પરિણામ સ્વરૂપ ભૂતસાડ ગામે 465 લોકોએ કોરોના રસી મુકવામાં આવી છે., જેમાંથી 265 યુવાનોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે, જ્યારે 200 લોકોએ રસીના બંને ડોઝ લઇ કોરોના સામે રક્ષણ મેળવ્યુ છે.
આ પણ વાંચો : મહીસાગર: કડાણાના કડાણા રાઠડા-ચાંદરી બેટ ગામમાં રસીકરણ જાગૃતતા અભિયાન યોજાયું