નવસારીનો છેવાડાનો ભાગ એટલે વાંસદા. વાંસના વૃક્ષોથી ઘેરાયેલા આ પંથકને કારણે જ તેનું નામ વાંસદા પડ્યું છે. અહીંના આદિવાસીઓ આ વાંસમાંથી અવનવી વસ્તુઓનું સર્જન કરે છે. તેમની આ કળાને નિખારવા અને આર્થિક વેગ આપવા માટે રાજ્ય તેમજ ભારત સરકારે આગળ આવીને આદિવાસીઓની આ કળાને એક નવો ઓપ આપ્યો છે. વાંસની 426 જાતિમાંથી મહારાષ્ટ્ર, આસામ, મધ્યપ્રદેશ અને ગુજરાતના વાંસ વધુ ઉપયોગી છે. આ વાંસમાંથી સોફા, બેડ, ટીપોઇ અને કબાટ બનાવીને નવો લુક આપે છે.
મહત્વનું છે કે, સાગના ફર્નિચર કરતા પણ વાંસનું ફર્નિચર ટિકાઉ અને સુંદરતા પણ અલગ છાપ છોડે છે. તેટલું જ નહીં વાંસના ફર્નિચરની નવસારી સહિત ગુજરાત અને ભારતભરમાં માગ વધી છે. વાંસદા આદિમ સમાજના લોકોને પલાયન કરતા અટકાવી વાંસના આ ઉદ્યોગે તેમનું જીવન સ્તર સુધાર્યું છે.