ETV Bharat / state

ગણદેવીમાં ત્યજાયેલ નવજાત બાળકીને 3 શ્વાનોએ ફાડી ખાધી - પોલીસે તપાસ શરુ કરી

નવસારીના ગણદેવીમાં ઉકરડાના ઢગલામાં 3 શ્વાનોએ ત્યજાયેલ નવજાત બાળકીને ફાડી ખાધી છે. બાળકીના મૃતદેહને પીએમ માટે મોકલી અપાયો. વાંચો સમગ્ર ઘટનાક્રમ વિગતવાર. Navsari Gandevi Born Girl 3 Dogs

ગણદેવીમાં ત્યજાયેલ નવજાત બાળકીને 3 શ્વાનોએ ફાડી ખાધી

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 20, 2023, 9:33 PM IST

Updated : Dec 20, 2023, 9:38 PM IST

બાળકીના મૃતદેહને પીએમ માટે મોકલી અપાયો

નવસારીઃ જિલ્લાના ગણદેવી તાલુકામાં કાળજુ કંપાવી દે તેવી ઘટના બની છે. માત્ર 1 દિવસની બાળકીને નિષ્ઠુર માતા પિતાએ ત્યજી દીધી હતી. આ બાળકીને 3 શ્વાનોએ ફાડી ખાધી છે. હાલ ગણદેવી પોલીસ સ્ટેશને ગુનો નોંધીને બાળકીના ક્ષીપ્ત વિક્ષીપ્ત મૃતદેહને પીએમ માટે મોકલી આપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટનાક્રમઃ ગણદેવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોમગાર્ડની ફરજ બજાવતા ભદ્રેશ ભરવાડ પોતાના ઢોર બાંધવાની જગ્યાએ સવારમાં ગયા હતા. આ જગ્યાની નજીક ઉકરડામાં 3 શ્વાનો કંઈક ચુંથી ચુંથીને ખાઈ રહ્યા હતા. ભદ્રેશ ભરવાડે તપાસ કરતા નવજાત બાળકીનો મૃતદેહ હોવાનું માલુમ પડ્યું હતું. તેને પોલીસને જાણ કરી હતી. ગણદેવી પોલીસે આ બાળકીના મૃતદેહને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે મોકલી આપ્યો હતો. તેમજ ભદ્રેશની ફરિયાદને આધારે ફરિયાદ નોંધીને બાળકીના વાલીવારસની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ આ વિસ્તારમાં તાજેતરમાં થયેલ પ્રસુતિના કેસીસની પણ તપાસ કરવાની છે.

પોલીસ દ્વારા બાળકીના મૃતદેહને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યો હતો. અમે તેનું પેનલ પીએમ કરીશું. પ્રાથમિક તપાસમાં આ બાળકી એક કે બે દિવસ અગાઉ જન્મી હોવાનું માલૂમ પડે છે...ડૉ. નિરવ(ડૉક્ટર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, ગણદેવી)

આ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી દીધી છે. પોલીસે ભદ્રેશ ભરવાડના નિવેદનને આધારે ફરિયાદ નોંધી છે. છેલ્લા એક અઠવાડિયામાં આ વિસ્તારમાં થયેલ પ્રસુતિના કેસીસની પણ તપાસ કરવામાં આવી છે...વી એન પટેલ(નાયબ પોલીસ અધિક્ષક, નવસારી)

  1. આણંદને આતંક આભડ્યો !!! રોજ શહેરીજનો બની રહ્યા છે કરડતાં કુતરાનો ભોગ
  2. Dog Bite Cases: રાજકોટમાં શ્વાન કરડવાના કેસ વધતા તંત્ર એલર્ટ, એન્ટી રેબીઝ ક્લિનિકની શરૂઆત

Last Updated : Dec 20, 2023, 9:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.