ETV Bharat / state

દક્ષિણ ભારતમાં જોવા મળતા અલભ્ય એશિયાટિક જંગલી શ્વાન વાંસદા નેશનલ પાર્કમાં દેખાયા - નેશનલ પાર્કના એસીએફ દિનેશ રબારી

વાઘ અને સિંહનો પણ એકતા રાખીને શિકાર કરવામાં માહિર એવા અલભ્ય એશિયાટિક જંગલી શ્વાન (ઢોલ) દક્ષિણ ભારત બાદ નવસારીના વાંસદા નેશનલ પાર્કમાં જોવા મળવાની ઐતિહાસિક ઘટના સામે આવી છે. નેશનલ પાર્કના અધિકારીઓ દ્વારા છેલ્લા ચાર મહિનાઓથી જંગલી શ્વાન (ઢોલ) ઉપર પાર્કમાં ગોઠવેલા સીસીટીવી કેમેરાઓની મદદથી નજર રાખવામાં આવી રહી છે, સાથે જ તેમની આદતો અને નિવાસની ગતિ વિધીઓનું નિરિક્ષણ પણ કરવામાં આવી રહ્યુ છે.

Asian wild dogs
જંગલી શ્વાન
author img

By

Published : May 24, 2020, 4:48 PM IST

નવસારી : વાંસદા નેશનલ પાર્કમાં 50 વર્ષ અગાઉ જોવા મળતા અલભ્ય અને સંરક્ષિત પ્રાણીઓમાં સમાવિષ્ટ એશિયાટિક જંગલી શ્વાન (ઢોલ) જોવા મળ્યા હોવાની પુષ્ટિ થઇ છે. વાંસદા નેશનલ પાર્કમાં સામાન્ય રીતે હરણ અને દિપડાઓ છે, પરંતુ મૃત પ્રાય: સ્થિતિમાં પહોંચેલું અને વાંસદા નેશનલ પાર્કમાંથી પણ નામશેષ થઇ ગયેલા એશિયાટિક જંગલી શ્વાન (ઢોલ) દેખાતા જ વન વિભાગે સતર્ક થઇ CCTV કેમેરાઓને આધારે નિરિક્ષણ શરૂ કર્યું છે. જેમાં ઢોલ પાર્કના ગાઢ જંગલ વિસ્તાર જ્યાં લોકોની આવન જાવન નહિ , એવા ભાવાડી, કેવડી વિસ્તારમાં જોવા મળ્યા છે. જેથી વન વિભાગે આ વિસ્તારમાં સીસીટીવી કેમેરાઓ વધાર્યા છે, અને એમાં જંગલમાં બનાવેલી તલાવડીમાં ઢોલ રોજ પાણી પીવા આવી રહ્યા છે. જેમાં એક નર અને એક માદા છે. જેથી હાલ વન વિભાગના અધિકારીઓ દ્વારા બંને ઢોલ ઉપર નજર રાખી, તેમની રહેણાંક આદતોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ તેમનો મેટિંગ પીરીયડ ક્યારે હોય છે, અને બે સિવાય પણ વધુ જંગલી શ્વાન છે કે, તેમના બચ્ચા છે કે, કેમ એની પણ તપાસ કરવામાં આવી રહી છે.

દક્ષિણ ભારતમાં જોવા મળતા અલભ્ય એશિયાટિક જંગલી શ્વાન (ઢોલ) વાંસદા નેશનલ પાર્કમાં દેખાયા
સામાન્ય રીતે જંગલી શ્વાન દક્ષિણ ભારતના કર્ણાટક, કેરળ, તામીલનાડુ જેવા રાજ્યોમાં જોવા મળે છે. ભારતમાં લગભગ તેમની સંખ્યા 2500 જેટલી છે. ત્યારે નવસારીના વાંસદાના જંગલમાં 1949 માં જંગલી શ્વાન હતા. ત્યારબાદ વાંસદાનાં મહારાજાએ 1970માં જોયા હોવાની વાત વન વિભાગ કરી રહ્યુ છે. જો કે, ત્યારબાદ ફરી જંગલી શ્વાન (ઢોલ) જોવામાં આવતા વન વિભાગ આશ્ચર્ય સાથે જ તેમની માહિતી ભેગી કરી રહ્યુ છે.નવસારીના વાંસદા નેશનલ પાર્કમાં છેલ્લા ચાર મહીનાઓથી જોવા મળી રહેલા એશિયાટિક જંગલી શ્વાન (ઢોલ) વિષે માહિતી આપતા નેશનલ પાર્કના એસીએફ દિનેશ રબારીએ જણાવ્યુ કે, નેશનલ પાર્કમાં જંગલ ગાઢ છે. તેમજ ઘણા વિસ્તારોમાં લોકોની આવન-જાવન જ નથી. જેથી એ રહેણાંક તરીકે ઢોલને પસંદ પડ્યું હોય એવું લાગી રહ્યું છે. જો કે, હાલ અમે એની ગતિવિધીઓ ઉપર નજર રાખી તેમની રહેણાંક આદતોને સમજી રહ્યાં છે. જો કે, જંગલી શ્વાન ઝુંડમાં રહે છે, અને એક થઈને ઘેરાવ કરીને શિકાર કરે છે. એમની ક્ષમતા એટલી હોય છે કે, તેઓ વાઘ અને સિંહનો પણ શિકાર કરી શકે છે. જો કે, સામાન્ય રીતે હરણ તેમનો શિકાર હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.