ETV Bharat / state

નર્સ મેઘાને પ્રતાડિત કરી આત્મહત્યા સુધી લઈ જનારા ઇન્ચાર્જ સિવિલ સર્જન, પતિ-સાસુની ધરપકડ - who forced Megha to commit suicide

નવસારી સિવિલ હોસ્પિટલની નર્સ મેઘા આચાર્યને આત્મહત્યા સુધીનું અંતિમ પગલું ભરવા સુધી મજબુર કરનારા મુખ્ય આરોપી ઇન્ચાર્જ સિવિલ સર્જન સહિત મૃતકના પતિ અને સાસુની નવસારી પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જ્યારે કામ મુદ્દે ત્રાસ આપનાર મેટ્રન અને ઓટી ઇન્ચાર્જ હજી પણ પોલીસ પકડથી દૂર છે.

નર્સ મેઘાને પ્રતાડિત કરી આત્મહત્યા સુધી લઈ જનારા ઇન્ચાર્જ સિવિલ સર્જન, પતિ-સાસુની ધરપકડ

author img

By

Published : Oct 29, 2020, 4:08 AM IST

  • નર્સ મેઘા આચાર્ય આત્મહત્યા કેસમાં આરોપીઓને જેલ હવાલે કર્યો
  • જો કે કામ મુદ્દે ત્રાસ આપનાર મેટ્રન અને ઓટી ઇન્ચાર્જ હજી પોલીસ પકડથી દૂર
  • મેઘા તાબે ન થતા ડો.દુબેએ ઘરે પહોંચી અડપલા કરતા
    નર્સ મેઘાને પ્રતાડિત કરી આત્મહત્યા સુધી લઈ જનારા ઇન્ચાર્જ સિવિલ સર્જન, પતિ-સાસુની ધરપકડ

નવસારી: નવસારી સિવિલ હોસ્પિટલની કોરોના વોરિયર્સ નર્સ મેઘા આચાર્યના આપઘાત પ્રકરણમાં પીડિતાની માતાએ ડો.અવિનાશ દુબે સામે વધુ એક ગંભીર આરોપ લગાવ્યો છે. જેમાં હોસ્પિટલના મેટ્રન તારા ગામીત અને ઓટી ઇન્ચાર્જ વનિતા પટેલ નાદુરસ્ત તબિયત હોવા છતા મૃતક મેઘાને રજા ન આપી, તેને અપમાનિત કરવા સાથે વધુ પડતુ કામ કરાવતા હતા. સાથે જ હોસ્પિટલના ઈન્ચાર્જ સિવિલ સર્જન ડો.અવિનાશ દુબે સાથે સંબંધ રાખવા બંને હેડ નર્સ દબાણ કરતી હતી.

ડો.દુબે તેને ઘરે જઇ શારીરીક અડપલા કરવાનો પ્રયત્ન કર્યો હતો

બીજી તરફ દબાણ છતા પણ પીડિતા તાબે ન થતા, ડો.દુબે તેના ઘર સુધી પહોંચ્યો હતો અને તેની સાથે અડપલા કર્યા હતા. જ્યાં પીડિતાની માતાએ પોતાની દીકરીનો બચાવ કરી, ડોક્ટરને ખખડાવીને ઘર બહાર કાઢી મુક્યો હતો. હોસ્પિટલની જ બે મહિલા નર્સો અને ઇન્ચાર્જ સિવિલ સર્જનના ત્રાસથી કંટાળેલી મેઘાએ ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. જેથી પીડિતાની માતાએ દીકરીને વહેલો ન્યાય મળે એવી માંગ કરી છે.

આરોપી ઇન્ચાર્જ સિવિલ સર્જન ડો.દુબે
આરોપી ઇન્ચાર્જ સિવિલ સર્જન ડો.દુબે

પોલીસે પાંચ દિવસોમાં ત્રણ આરોપીઓની કરી ધરપકડ, બે વોન્ટેડ

આત્મહત્યા પૂર્વે મેઘાએ લખેલી બે સ્યુસાઈડ નોટ્સના આધારે વિજલપોર પોલીસ મથકે આત્મહત્યાની દુષપ્રેરણા, હેરાનગતિ, છેડતી અને દહેજ પ્રતિબંધિત ધારા હેઠળ ગુનો નોંધાયો હતો. જેના પાંચ દિવસોમાં જ નવસારી પોલીસે મુખ્ય આરોપી ઇન્ચાર્જ સિવિલ સર્જન ડો.અવિનાશ દુબે સહિત મૃતક મેઘાનો પતિ અંકિત ખંભાતી અને સાસુ જયશ્રી ખંભાતીની ધરપકડ કરી, જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

મૃતક મેઘાનો પતિ અંકિત ખંભાતી
મૃતક મેઘાનો પતિ અંકિત ખંભાતી

મેટ્રન અને ઓટી ઇન્ચાર્જ હજી પણ પોલીસ પકડથી દૂર

જ્યારે મેઘાને કામ મુદ્દે ત્રાસ આપનાર અને શારીરિક શોષણ માટે દબાણ કરનારી મેટ્રન તારા ગામીત અને ઓટી ઇન્ચાર્જ વનિતા પટેલ હજી પણ પોલીસ પકડથી દૂર છે. જ્યારે પકડાયેલા ત્રણેય આરોપીઓને પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કરતા, કોર્ટે ત્રણેયને જ્યૂડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.

મૃતક મેઘાની સાસુ જયશ્રી ખંભાતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.