ETV Bharat / state

નવસારીમાં કોરોનાના વધુ 10 કેસો નોંધાયા - CORONA CASES IN NAVSARI

નવસારીમાં કોરોનાના કેસનો આંકડો દિવસે-દિવસે વધતો જાય છે. ત્યારે નવસારી જિલ્લામાં શાળાના શિક્ષક અને 2 વિદ્યાર્થીઓ સહિત 10 કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા હતા. જ્યારે ત્રણ દિવસમાં જ નવસારીમાં 31 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે.

નવસારીમાં કોરોનાના વધુ 10 કેસો નોંધાયા
નવસારીમાં કોરોનાના વધુ 10 કેસો નોંધાયા
author img

By

Published : Mar 28, 2021, 1:35 PM IST

  • નવસારીની ભક્તશ્રમ શાળાના બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
  • જિલ્લામાં ત્રણ દિવસમાં 31 કોરોના પોઝિટિવ કેસ
  • જિલ્લા બહાર જતા લોકોને કારણે સંક્રમણ વધવાની સંભાવના

નવસારી: રાજયમાં વધી રહેલા કોરોના સંક્રમણમાંથી નવસારી જિલ્લો પણ બાકાત નથી રહ્યો. નવસારીમાં રોજ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે નવસારી જિલ્લામાં શાળાના શિક્ષક અને 2 વિદ્યાર્થીઓ સહિત 10 કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા હતા. જ્યારે ત્રણ દિવસમાં જ નવસારીમાં 31 કોરોના પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે.

આ પણ વાંચો: નવસારી: કામ વગર બહાર નીકળનારા સામે હવે ડ્રોનથી રખાશે નજર, જિલ્લામાં જાહેરનામા ભંગના 65 કેસ

નવસારી જિલ્લામાં કોરોનાના 58 એક્ટિવ કેસો

કોરોનાએ બીજી ઇનિંગની શરૂઆત કરી દીધી છે અને હવે એક-બે નહીં પણ એક જ દિવસમાં 10થી વધુ રન લેવા માંડ્યો છે. ગઈકાલે શનિવારે નવસારીની ભક્તાશ્રમ શાળાના વિજ્ઞાન પ્રવાહના ધોરણ 11 અને 12ના 2 વિદ્યાર્થીઓ, અન્ય શાળાના 2 શિક્ષકો સહિત 10 લોકો કોરોના સંક્રમિત થયા છે. જ્યારે જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં જ 31 કોરોનાના દર્દીઓ નોંધાયા છે. જેને કારણે જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસોનો આંકડો 58 થયો છે. જિલ્લામાં આજે 4 દર્દીઓએ કોરોનાને હરાવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1,670 નોંધાયો છે.

આ પણ વાંચો: નવસારી કલેકટરના પીએ કોરોના પોઝિટિવ, જિલ્લામાં કુલ 19 કોરોના પોઝિટિવ કેસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.