ચીખલી: બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકાર શિક્ષણ ક્ષેત્રે અઢળક રૂપિયા ખર્ચે છે. આ બાળકોને સારું શિક્ષણ મળે તેવી સુવિધા યુક્ત શાળાઓ બનાવવામાં આવે છે. પરંતુ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો શાળાના નિર્માણમાં ગુણવત્તાહિન માલ સામાન વાપરે છે. જેમાં ચીખલી તાલુકાના રાનકુવા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળાના બાંધકામમાં કોન્ટ્રાક્ટરે ગુણવત્તાહીન માલ સામાન વાપરવા મુદ્દે વિવાદનો મધપૂડો છંછેડદાયો છે.
આ પણ વાંચો: Nananpur Village: જમીનમાંથી વરાળ સાથે રાખ બહાર આવતાં ફાયર ઑફિસર સહિત 2 દાઝ્યાં
નવી શાળાની મંજૂરી: નવસારી પાસેના ચીખલી તાલુકામાં આવેલી રાનકુવા ગુજરાતી પ્રાથમિક શાળા જે 1870 માં નિર્માણ પામી હતી. પરંતુ વર્ષો વિતવા સાથે શાળા ની ઈમારત જૂની થવા સાથે આ શાળામાં આવેલા ઓરડાઓ પણ મહદ અંશે જર્જરીત થતા દોઢ વર્ષ પહેલા આ શાળાને તોડી પાડી હતી. પછી નવી શાળાની મંજૂરી આપવામાં આવી હતી. 95 લાખ રૂપિયાની માતબર રકમ આ શાળાના નવા નિર્માણ માટે મંજૂર થઈ હતી.
ગુણવત્તા સામે પ્રશ્ન: શાળાના નિર્માણનું કામ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હતું. પરંતુ શાળા નિર્માણ ના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનો માલ સામાન વાપરતા વિવાદ સર્જાયો છે. નિર્માણ માટે લાવવામાં આવેલી રેતી હલકી ગુણવત્તા વાળી હતી. તેથી ગામના લોકો દ્વારા કોન્ટ્રાક્ટરને સારી રેતી વાપરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરાતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
બાંધકામ અટકાવાયું: જેથી ગામના લોકો સહિત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો દ્વારા વિરોધ દર્શાવી શાળાનું બાંધકામ આજે અટકાવવામાં આવ્યું હતું. રાનકુવામાં આવેલી ગુજરાતી શાળામાં 1870 માં તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અહીં 250 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સમય જતા આ શાળાની ઇમારત જૂની થતા અને ઓરડાઓ જર્જરીત થતા તેને તોડી પાડી નવી શાળા જિલ્લા પંચાયત દ્વારા મંજૂર કરાતા 95 લાખના ખર્ચે કોન્ટ્રાક્ટરને શાળા બાંધવાનું કામ સોંપવામાં આવ્યું છે.
લોલમલોમ: આ કામમાં વેઠ ઉતારાતો હોવાની ફરિયાદ અનેક વાર ઉઠી હતી જેને લઈને આજે ગામના લોકોએ નિર્માણ ધીન શાળા પાસે આવી કોન્ટ્રાક્ટર દ્વારા લાવવામાં આવેલા માલ સામાનની ગુણવત્તા ચકાસતા વિવાદ થયો હતો અને આ કામ બંધ કરાવવામાં આવ્યું હતું. વિવાદ વકરતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પણ જાણ કરવામાં આવી હતી. તેથી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ શાળા પર તાત્કાલિક પહોંચ્યા હતા.
રજૂઆત કરી: જ્યાં ગામના લોકો અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોએ તેઓને હલકી ગુણવત્તા વાળો માલ બતાવી ઉગ્ર રજૂઆત કરી હતી સાથે જ કોન્ટ્રાક્ટર ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સમગ્ર મામલે રાણપુરના સરપંચ જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું અમારી શાળામાં જે નવી શાળાનું બાંધકામ ચાલી રહ્યું છે જે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહી છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા માલસામાનની ગુણવત્તા સારી વાપરવામાં નથી આવી. તેથી અમારી માંગણી છે કે શાળાના બાંધકામનું મટીરીયલ સારું વાપરવામાં આવે.
બાંધકામમાં વાપરવામાં આવતી રેતી માં થોડો મંટોરા નો ભાગ આવે છે તેથી હાલ પૂરતું આ કામ બંધ કરી એક અઠવાડિયામાં સમગ્ર વાતનો નિકાલ લાવી રેતી બદલવા પડે તો બદલી કાઢવામાં આવશે આ મુદ્દે સમગ્ર તપાસ કરી બાંધકામ શરૂ કરવામાં આવશેConclusion:બાઈટ - અરવિંદ હળપતિ સરપંચ રાનકુવા ગામ