ETV Bharat / state

અમદાવાદના કુખ્યાત આરોપીની હત્યા, 3 આરોપીઓ સામે ગુનો નોંધી એકની અટકાયત કરાઇ - Ahmedabad News

અમદાવાદના કુખ્યાત આરોપી અને પેરોલ જંપ કરી ભાગેલા આરોપીની તેના જ આરોપી મિત્રોએ હત્યા કરી મૃતદેહને દાટીને ફારાર થયા હતા. સમગ્ર મામલે ચીખલી પોલીસે ત્રણ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી એકની અટકાયત કરી હતી, જયારે બન્નેને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

અમદાવાદના કુખ્યાત આરોપીની હત્યા, 3 આરોપીઓ સામે ગુનો નોંધી એકની અટકાયત કરાઇ

author img

By

Published : Aug 28, 2020, 11:45 AM IST

નવસારીઃ અમદાવાદના કુખ્યાત આરોપી અને પેરોલ જંપ કરી ભાગેલા આરોપીને તેના જ આરોપી મિત્રોએ નવસારીના ચીખલી-વાંસદા રોડનાં માણેકપોર ગામની મેમુના હોટલની પાછાળ હત્યા કરી, તેના મૃતદેહને દાટીને ફારાર થયા હતા. 40 દિવસ બાદ અમદાવાદ SOGની ટીમે આરોપીને પકડવા અંગે સમગ્ર મામલો હત્યારા આરોપી મિત્રની પૂછરપછમાં બહાર આવતા અમદાવાદ પોલીસે, હત્યારા આરોપીને સાથે રાખી ચીખલી પોલીસની મદદથી મૃતક આરોપીની મૃતદેહને ખોદીને બહાર કાઢી હતી. સમગ્ર મામલે ચીખલી પોલીસે ત્રણ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી એકની અટકાયત કરી હતી, જયારે બન્નેને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

અમદાવાદના કુખ્યાત આરોપીની હત્યા, 3 આરોપીઓ સામે ગુનો નોંધી એકની અટકાયત કરાઇ

અપહરણ, ફાયરીંગ, હત્યાનો પ્રયાસ, લૂંટ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલો અમદાવાદના ઓઢવનો ચિંતન ઉર્ફે સીકે કમલેશ શાહ તેના જ ગુનેગાર મિત્રોનાં હાથે યમધામ પહોંચ્યો હતો. સમગ્ર પ્રકરણ પેરોલ જંપ કરી ભાગેલા ચિંતન શાહને પકડવા પહોંચેલી હતી. અમદાવાદ SOG પોલીસની તપાસમાં ખુલતા અમદાવાદ અને નવસારી પોલીસ દોડતી થઇ છે. અમદાવાદ પોલીસે બાતમીના આધારે ચિંતનના મિત્ર સાગર પટેલને પકડી, તેની પૂછપરછ કરતા, સાગરે ચિંતનની હત્યા કરી દાટી દીધી હોવાની કબુલાત કરી હતી. જેથી અમદાવાદ SOG પોલીસે સાગર અને ચીખલી પોલીસને સાથે રાખી માણેકપોર ગામે આવેલી મેમુના હોટલની પાછળથી રીઢા ગુનેગાર ચિંતન ઉર્ફે સીકેની મૃતદેહને હત્યાના 40 દિવસ બાદ ડી-કંપોઝ હાલતમાં બહાર કાઢી પેનલ પીએમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી હતી.

અમદાવાદના રીઢા ગુનેગાર ચિંતન ઉર્ફે સીકે શાહની હત્યા પ્રકરણમાં પોલીસની પ્રાથમિક તપાસમાં ચિંતન, મારામારી, લૂંટ અને અપહરણ જેવા ગુનાઓમાં સંડોવાયેલા તેના મિત્રો સાગર પટેલ, વિજયસિંગ ઠાકુર તેમજ અબ્દુલ સાથે નવસારી કોઈની સોપારી લેવા આવ્યો હતો. જેઓ ચીખલી-વાંસદા રોડ પર માણેકપોર ગામે આવેલી મેમુના હોટલમાં રોકાયા હતા. જ્યાં જેની પાસે સોપારી લેવાની હતી, એને ચિંતન અને તેની ટોળકી પર વિશ્વાસ ન થતા ડીલ થઇ ન હતી.

જેથી 17 જુલાઈની રાતે ગુસ્સામાં આવી ચિંતને તેના મિત્રો સાથે ઝઘડો કર્યો હતો. જેમાં વાત વણસતા વિજયસિંગ ઠાકુરે રૂમમાં પડેલા લાકડાથી ચિંતનના માથે પ્રાણઘાતક વાર કરતા ચિંતનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જેથી સાગર, વિજય અને અબ્દુલે 18 જુલાઈની સવારે ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા. જોકે અમદાવાદ એસઓજીની તપાસમાં સમગ્ર મામલો સામે આવતા ચીખલી પોલીસે સાગર, વિજયસિંગ અને અબ્દુલ સામે હત્યાનો ગુનો નોંધી આગળની તાપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, મૃતક ચિંતન શાહની તેના જ આરોપી મિત્રોએ સોપારી લઇ, તેને મોતને ઘાટ ઉતાર્યો હોવાનુ પોલીસ અનુમાન લગાવી રહી છે. જોકે ખરી હકીકત આગળની તપાસ બાદ જ જાણી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.