- જિલ્લામાં આજે 29 દર્દીઓ કોરોનાથી સાજા થયા
- હવે જિલ્લામાં 130 એક્ટિવ કોરોના કેસો(Corona Case)રહ્યા
- આજે કોરોનાથી એકપણ મૃત્યુ નથી
- નવસારીમાં અત્યાર સુધીમાં કુલ 6733 દર્દીઓએ કોરોનાને હરાવ્યો
નવસારીઃ ફેબ્રુઆરી બાદ વધેલા કોરોનાના કેસ(Corona Case) માર્ચના મધ્ય બાદ તેજ ગતિએ વધ્યા હતા. જેમાં એપ્રિલમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. પરંતુ મે મહિનામાં કોરોનાના કેસ(Corona Case)માં ઘટાડો થતો ગયો છે અને જૂન મહિનામાં કોરોના નામશેષ થવા જઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ નવસારીમાં કોરોનાના નવા 32 કેસની સાથે એક્ટિવ કેસની સંખ્યા 468 થઈ
આજે 29 દર્દીઓ કોરોનાથી સાજા થયા
આજે 77 દિવસો બાદ નવસારી જિલ્લામાં 10 કોરોનાના પોઝિટિવ કેસો(Positive Case) નોંધાયા છે. જેની સામે આજે 29 દર્દીઓ કોરોનાથી સાજા થયા હતા. જેની સાથે જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 130 પર પહોંચી છે. જ્યારે આજે આરોગ્ય વિભાગના ચોપડે એકપણ મોત નોંધાયુ નથી
આ પણ વાંચોઃ નવસારીમાં કોરોનાના કેસ વધ્યા, રવિવારે નવા 146 કેસ નોંધાયા
જિલ્લામાં કુલ 7052 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા
નવસારીમાં 14 મહિનાથી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જેમાં દોઢ માહિનાથી કોરોનાના પોઝિટિવ કેસ(Positive Case)માં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં કુલ 7,052 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેની સામે 6,733 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે અત્યાર સુધીમાં 189 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.