ETV Bharat / state

નવસારીના ઉદ્યોગનગરમાં પાલિકા દ્વારા વધારવામાં આવેલા વેરાનો વિરોધ કરાયો - નવસારી ઉદ્યોગનગર સહકારી સંઘ લિમિટેડ

નવસારી- વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં (Navsari Vijalpore municipal area) આવેલા ઉદ્યોગનગરમાં વેરાનો વિવાદ ઊઠ્યો છે. પાલિકાએ ઉદ્યોગકારોને 42થી 65 ટકાના વધારા સાથે વેરા બીલ મોકલ્યા છે. જેની સામે ઉદ્યોગકારોએ વિરોધ નોંધાવી પાલિકામાં વેરો (A tax dispute arose in Udyog Nagar) ઘટાડવાની માંગણી કરી છે, નહીં તો વેરો ન ભરવાનો નન્નો ભણી દીધો છે.

Navsari news
Navsari news
author img

By

Published : Jan 7, 2022, 1:14 PM IST

નવસારી: નવસારીને અડીને આવેલા વિજલપોર ગામમાં વર્ષ 1959માં 11.50 લાખ ચોરસ ફૂટમાં ઉદ્યોગ નગર સ્થપાયું હતું, જેમાં 500 અને 1000થી વધુ વારના પ્લોટ હતા. ઉદ્યોગના વિકાસ માટે નવસારી ઉદ્યોગનગર સહકારી સંઘ લિમિટેડ (Navsari Udyognagar Sahakari Sangh Ltd) અસ્તિત્વમાં આવ્યું હતું. સંઘ દ્વારા ઉદ્યોગોના વિકાસ માટે રસ્તા, સ્ટ્રીટ લાઈટ, પાણી, ડ્રેનેજ તેમજ સફાઈની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સંઘ દ્વારા ઉદ્યોગોને દિવસમાં ત્રણ વાર પાણી આપવામાં આવે છે. સાથે પાણી અને લાઈટ બન્નેનું ભીલ પણ સંઘ જ ભરતું આવ્યું છે.

નવસારી પાલિકાએ ઉદ્યોગનગરના વેપારીઓ પર 42થી 65 ટકાના વધારા સાથે વેરો ઝીંક્યો

પ્રતિ ચોરસ ફુટ એક રૂપિયાનો વધારો કરી 1.40 રૂપિયા વાર્ષિક વેરો કર્યો

વર્ષોથી ઉદ્યોગનગર સહકારી સંઘ (Navsari Vijalpore municipal area) ઉદ્યોગકારો પાસે પ્રતિ ચોરસ ફૂટના 40 પૈસા પ્રમાણે વાર્ષિક વેરો લેતુ આવ્યું હતું, જેમાં હાલમાં પ્રતિ ચોરસ ફુટ એક રૂપિયાનો વધારો કરી 1.40 રૂપિયા વાર્ષિક વેરો કર્યો છે. સતત વિકસતા રહેલા ઉદ્યોગનગરમાં આજે 108 મોટા યુનિટ અને 165 નાના યુનિટ કાર્યરત છે. હાલમાં જ અસ્તિત્વમાં આવેલી નવસારી- વિજલપોર નગરપાલિકા દ્વારા આપવામાં આવેલા મિલકત વેરામાં 42થી 65 ટકાનો વધારો (A tax dispute arose in Udyog Nagar) ઝીંકાતા ઉદ્યોગકારોમાં નારાજગી પ્રસરી છે.

નવસારી પાલિકાએ 8 વર્ષો બાદ હદ વિસ્તરણ થતાં વધાર્યો વેરો

નવસારી ઉદ્યોગનગર (Udyog Nagar Navsari) સહકારી સંઘ પ્રમાણે ગત વર્ષોમાં વિજલપોર નગરપાલિકા દર ત્રણ વર્ષે વેરામા ફક્ત 10 ટકાનો વધારો કરતી હતી પરંતુ નવસારી- વિજલપોર નગરપાલિકા બન્યા બાદ તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, નવસારી નગરપાલિકાએ આઠ વર્ષોથી વેરો વધાર્યો ન હતો પરંતુ હાલમાં જ વેરામાં ભારે વધારો કરવામાં આવતા ઉદ્યોગકારોમાં નારાજગી પ્રવર્તી રહી છે અને ઉદ્યોગકારોએ વેરો ઘટાડવામાં ન આવે તો વેરો ભરવાની પણ ના પાડી દીધી છે.

વેરો ઘટાડવાની સત્તા નગર નિયોજકની, પાલિકા કરશે રજૂઆત

નવસારી વિજલપોર નગરપાલિકા અનુસાર જે તે સમયે ઉદ્યોગનગર ગ્રામ્ય વિસ્તારમાં હતુ. પછી 'ક' વર્ગની વિજલપોર નગરપાલિકા અને ત્યારબાદ 'અ' વર્ગની નવસારી- વિજલપોર નગરપાલિકામાં ભળ્યું છે, જેથી પાલિકાના ગ્રેડ પ્રમાણે વેરો વધ્યો છે. નગર નિયોજક દ્વારા મિલકત વેરાના 50 ટકા ડ્રેનેજ વેરો અને 30 ટકા સફાઇ વેરો વધારવાનો પરિપત્ર છે, જેના આધારે જ વેરા વધારવામાં આવ્યા છે. જ્યારે ઉદ્યોગનગર સંઘ તેના વિસ્તારમાં ડ્રેનેજ, પાણી અને લાઈટ આપે છે પરંતુ ઉદ્યોગોનું દૂષિત પાણી ડ્રેનેજ વાટે થઈ નવસારી- વિજલપોર પાલિકાની હદમાં ઠલવાય છે. જેથી વેરો તો લેવામાં આવશે પરંતુ અન્ય વેરા મુદ્દે પાલિકા દ્વારા નગર નિયોજકમાં રજૂઆત કરવામાં આવશે. જો ઉપરી અધિકારી દ્વારા વેરા ઘટાડવાની મંજૂરી આપવામાં આવે, તો પાલિકા વેરો ઘટાડવાનું વિચારશે.

ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે

હાલમાં ઉધોગનગરના ઉધોગકારોએ બબ્બે વેરા ભરવાના આવ્યા છે, જેની સામે ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ નવસારી- વિજલપોર નગરપાલિકા વેરો ઘટાડવાના મૂડમાં નથી, ત્યારે ઉદ્યોગકારો અને પાલિકા વચ્ચેનો વિવાદ ઉકેલાશે કે કેમ..? એ સમય જ બતાવશે.

આ પણ વાંચો: third wave in corona : કોરોનામાં નબળા સ્વાસ્થ્ય ધરાવતા બાળકો માટે રિવર્સ ક્વોરન્ટાઇન પદ્ધતિથી લેવાશે પગલા

આ પણ વાંચો: PM Security Breach Punjab: અમદાવાદમાં ભાજપે ટાઉનહોલ ખાતેથી કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય સુધી કર્યું મશાલ રેલીનું આયોજન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.