નવસારી: વિકસિત ગુજરાતમાં આદિવાસી બાહુલ્ય ધરાવતા ડાંગ જિલ્લાના ઘણા ગામો હજી પણ વિકસવાની કેડી શોધી રહ્યા છે. જ્યાં નવસારીના ડૉ. રાજન શેઠજીને ડાંગમાં આરોગ્ય કેમ્પ જે દરમિયાન, ડાંગના બાળકોને શિક્ષિત કરવાની જરૂર જણાઈ હતી. તેમણે ડાંગના ભદરપાડા ગામમાં શિક્ષણની અલખ જગાવી છે. ખાસ કરીને ડાંગની દીકરીઓમાં શિક્ષણ મેળવવાની ઉત્કંઠા જોઈ, તેમના માટે શિક્ષણની વ્યવસ્થા ઉભી કરી છે. આ સાથે જ ગામને વિકસિત કરવાનો પણ પ્રયાસ કર્યો છે. પરંતુ આદિવાસી દીકરીઓને શિક્ષણ થકી સમાજની મુખ્ય ધારામાં જોડાવાના વિચાર સાથે ડૉ. શેઠજી દ્વારા કન્યા શિક્ષણ પર બનાવાયેલી શોર્ટ ફિલ્મે દુનિયાને ડાંગની પરિસ્થિતિ અને દીકરીઓની શિક્ષણની લલક દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. જે શોર્ટ ફિલ્મે ડાંગને ભારતમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓળખ અપાવી છે.
ડાંગની દીકરીઓને શિક્ષિત કરવા નવસારીના ડોક્ટરે બનાવી શોર્ટ ફિલ્મ ડાંગની દીકરીઓને શિક્ષિત કરવા નવસારીના ડોક્ટરે બનાવી શોર્ટ ફિલ્મ ડૉ. રાજન શેઠજીના વિચારને નવસારીના ફિલ્મ નિર્માતા ગૌરાંગ દેસાઈએ આદિવાસી દીકરીની શિક્ષણ પ્રત્યેની લગન અને તેની શિક્ષણ યાત્રાને ધ જર્ની ટાઈટલ હેઠળ ફિલ્માવ્યો છે. જેના વિષયમાં છોકરી સાથે ચંપલ ઉપર ફોકસ કરવામાં આવ્યુ છે. શિક્ષણ મેળવવાની ઈચ્છા હોવા છતા પરિસ્થિતિને કારણે ભણી ન શકતી દીકરીનો હાથ ઝાલી ડૉ. શેઠજી તેને શાળાએ લઇ જાય છે, અને ત્યાંથી એની શિક્ષણ યાત્રા આરંભાય છે. અંતે દીકરી ભણીને શિક્ષિકા બની ગામની અન્ય દીકરીઓને પણ ભણાવે છે. આ શોર્ટ ફિલ્મને ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેનવાસ શોર્ટ ફિલ્મ કોન્ટેસ્ટમાં મોકલવામાં આવી હતી. જેમાં ફિલ્મને સ્પેશ્યિલ મેન્શન એવોર્ડથી સન્માનવામાં આવી છે. જયારે ધ જર્નીનું અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં આયોજિત ફિલ્મ ફેસ્ટીવલમાં સ્પેશ્યલ સ્ક્રિનીંગ કરવામાં આવ્યું હતું. જે નવસારી અને ડાંગ માટે ગૌરવની વાત છે.
ડાંગની દીકરીઓને શિક્ષિત કરવા નવસારીના ડોક્ટરે બનાવી શોર્ટ ફિલ્મ, ફિલ્મને સ્પેશ્યિલ એવોર્ડ નવસારીના ડોક્ટરનો ડાંગના ભદરપાડામાં સેવા યજ્ઞ અને ખાસ કરીને આદિવાસી દીકરીઓને શિક્ષિત કરવાના પ્રયાસને કારણે આજે ભદરપાડામાંજ 400 આદિવાસી દીકરીઓ શિક્ષણ મેળવી રહી છે. જોકે, શોર્ટ ફિલ્મે આદિવાસી દીકરીઓની શિક્ષણ પ્રત્યેની ધગશને વિશ્વ ફલક પર ઉજાગર કરી છે.