- જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા 1200 નજીક પહોંચી
- નવસારીમાં શુક્રવારે 140 લોકોએ કોરોનાને હરાવ્યો
- આરોગ્ય વિભાગના ચોપડે શુક્રવારે વધુ બે મોત નોંધાયા
નવસારી : નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણ વચ્ચે શુક્રવારે વધુ 146 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જેની સાથે જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 1200 નજીક પહોંચી છે. આરોગ્ય વિભાગના ચોપડે શુક્રવારે વધુ બે મોત નોંધાયા હતા.
જિલ્લામાં કુલ 3551 દર્દીઓએ કોરોનાને હરાવ્યો
નવસારી જિલ્લામાં કોરોના કેસો વધવા સાથે કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. શુક્રવારે જિલ્લામાં વધુ 146 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જેની સામે 140 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગના ચોપડે કોરોનાને કારણે 45 વર્ષીય અને 59 વર્ષીય મહિલાઓના મોત થયા હતા.
આ પણ વાંચો : નવસારી જિલ્લામાં આજે મંગળવારે કોરોનાના 160 પોઝિટિવ કેસ નોંધાયા
જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 4874 થઈ
નવસારીમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે .ગત બે મહિનાઓમાં વધેલા કોરોના સંક્રમણને કારણે જિલ્લામાં કુલ 4874 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેની સામે જિલ્લામાં 3551 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે કોરોનાને કારણે કુલ 127 લોકોએ જીવ ગુમાવ્યો છે.