નવસારી: નવસારી જિલ્લામાં આત્મહત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં નાની વયની યુવતીઓ કોઈને કોઈ કારણોસર આત્મહત્યા કરીને જીવન ટૂકાવ્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં ઘણા ટૂંકા સમયમાં નવસારી આત્મહત્યાના ચાર બનાવો સામે આવ્યા છે.
"19 વર્ષીય યુવતીએ બપોરના સમયે આત્મહત્યા કરી હતી. તે અંગેની જાણ પોલીસને તથા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી હતી. હાલ યુવતીના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે"-- નિકુંજ પટેલ (તપાસ કરતા અધિકારી )
સમગ્ર વિસ્તારમાં ચકચાર: નવસારી વિજલપુર વિસ્તારમાં આવેલા મારુતિ નગર સોસાયટીમાં મૂળ અલીરાજપુરના વતની અને વર્ષોથી ભાડાના મકાનમાં રહી મજૂરી કામ સાથે જોડાયેલા છે. યુવતી થોડા દિવસ અગાઉ અલીરાજપુર થી પોતાના માતા પિતાના ઘરે મારુતિ નગરમાં રહેવા માટે આવી હતી. જ્યાં તેને અંદાજિત 10 દિવસથી વધુ થયા હતા. યુવતી આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
આત્મહત્યા કયા કારણોસર: આત્મહત્યાની જાણ માતા-પિતાને થતાં માતા પિતાના માથે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સામે આવી હતી. સમગ્ર ઘટનાની જાણ નવસારી વિજલપોર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા વેજલપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી હતી. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પોલીસ હાલ આત્મહત્યાના બનાવ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે યુવતીએ આત્મહત્યા કયા કારણોસર કરી તે હાલ સામે આવ્યું નથી.
બનાસકાંઠામાં દંપતિની આત્મહત્યા: પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં રહેતા અને મકાનના સેન્ટીંગનું કામ કરતા મુકેશ પરમાર અને તેમની પત્ની રેખાબેન પરમાર ગત રાત્રે આત્મહત્યા કરી લીધી હતી. જેને કારણે દંપતિનું મોત થયું હતું. ગણેશપુરા વિસ્તારમાં રહેતા અશોક પરમાર નામના ઈસમનું મકાનનું સેન્ટીંગનું કામ કર્યું હતું. જેની મજૂરીના પૈસા ચૂકવવાને બદલે ધાક ધમકી આપતા મૃતક મુકેશ પરમારને લાગી આવ્યું હતું.