- જિલ્લામાં શનિવારે 42 દર્દીઓએ કોરોનાને હરાવ્યો
- કોરોનાના વધતા કેસોમાં 437 કેસો એક્ટિવ
- 104 લોકોએ અત્યાર સુધીમા જીવ ગુમાવ્યો
નવસારી : જિલ્લામાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે, જેમાં શનિવારે વધુ 88 લોકો કોરોના સંક્રમિત થયા છે. જેની સાથે જ જિલ્લામાં 483 લોકો કોરોનાની સારવાર હેઠળ છે.
આ પણ વાંચો: નવસારીમાં સ્વૈચ્છિક લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ
નવસારીમાં કુલ કોરોના પોઝિટીવ કેસો 2349 થયા
નવસારીમાં કોરોનાના આંકડા ચિંતાનુ કારણ બની રહ્યા છે. ફેબ્રુઆરીમાં કોરોના કેસો ઘટી રહ્યો હતા, પરંતુ છેલ્લા બે મહિનામાં કોરોનાનો આંક વધીને 483 એક્ટિવ કેસો પર પહોંચ્યો છે. શનિવારે નવસારીમાં 88 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જેની સામે 42 દર્દીઓએ કોરોનાને હરાવતા આજે રજા આપવામાં આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 2349 પર પહોંચી છે. જ્યારે અત્યાર સુધીમાં 1862 લોકોએ કોરોનાને હરાવ્યો છે. એપ્રિલ મહિનામાં કોરોનાને કારણે નોંધાયેલા બે મૃત્યુ સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 104 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યો હોવાનો અધિકારી આંકડો છે.