ETV Bharat / state

આંતલિયા GIDCમાં પકડાયેલા લાખોના બાયોડીઝલ બાદ બીલીમોરાના 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ - Illegal biodiesel Navsari

નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બુધવારે રાતે બીલીમોરાના આંતલિયા સ્થિત GIDCમાં દરોડા પાડી 18.84 લાખ રૂપિયાનું ગેરકાયદે વેચાતું બાયોડીઝલ (Illegal biodiesel Navsari) ઝડપી પાડ્યું હતું. આ પ્રકરણમાં આંતલિયાના બીટ જમાદાર અને બીલીમોરાના ડી-સ્ટાફના 4 પોલીસ કર્મીઓને ફરજમાં બેદરકારી (4 policemen of Bilimora suspended) બદલ જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરતા પોલીસબેડામાં ચકચાર મચી છે.

4 policemen of Bilimora suspended
4 policemen of Bilimora suspended
author img

By

Published : Jan 6, 2022, 10:33 AM IST

નવસારી: જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં. 48ની આસપાસ આવેલા કેટલાક ઢાબાઓ કે ખુલ્લી જગ્યાઓમાં ગેરકાયદેસર બાયોડીઝલ સહિત (Biodiesel Seized in Antalya GIDC) ડીઝલ, કેમિકલ, સ્ટીલનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠતી રહે છે, જેમાં ઘણા કાળા બજારીયાઓ અન્ય જગ્યાએ પણ છુપી રીતે વેપાર કરતા હોય છે. નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ગત મોડી રાતે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે બીલીમોરા નજીકની આંતલિયા GIDCના બ્લોક નંબર 98/1 માં GP થ્રિનર કેમિકલની આડમાં ગેરકાયદેસર બાયોડીઝલના વેચાણ પર દરોડા પાડી 18.84 લાખ રૂપિયાનું ગેરકાયદે રાખેલું બાયોડીઝલ ઝડપી પાડ્યું હતુ.

કુલ 27.47 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

પોલીસે ઘટના સ્થળેથી બાયોડીઝલ (4 policemen of Bilimora suspended) સાથે બે વાહનો અને અન્ય સમાન મળી કુલ 27.47 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. જ્યારે ગેરકાયદેસર બાયોડિઝલનો વેપલો કરતાં પારસરામ કુંભાર, તેને ત્યાં નોકરી કરતા મલય પટેલ તેમજ સેલવાસના ટેમ્પો ચાલક મયુર ઠક્કરની ધરપકડ કરી હતી.

4 પોલીસ કર્મીઓની ફરજમાં બેદરકારી આવી સામે

આંતલિયા GIDCમાંથી ગેરકાયદે વેચાતા બાયોડીઝલનું કૌભાંડ બહાર આવ્યા બાદ નવસારી (Illegal biodiesel Navsari) જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય દ્વારા સ્થાનિક પોલીસની બેદરકારીને ધ્યાને લઇ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ દ્રષ્ટિએ આંતલિયાના બીટના જમાદાર HC સતીશ અર્જુનભાઈ સોલંકી તેમજ બીલીમોરા ડી સ્ટાફના HC જયપાલ પોપટભાઈ ચૌહાણ, HC નિમેષ ધનસુખભાઈ ટંડેલ અને PC વિરલ ચીમનભાઈ પટેલને ફરજમાં બેદરકારી દાખવવા બદલ તત્કાલ અસરથી સસ્પેન્ડ કર્યા હતા. એકી સાથે ચાર પોલીસકર્મીઓ સસ્પેન્ડ થતાં જિલ્લા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, સમગ્ર પ્રકરણમાં બીલીમોરા પોલીસ મથકના PSI ઉપર કોઈ કાર્યવાહી ન થતા અનેક તર્કવિતર્ક વહેતા થયા હતા.

આ પણ વાંચો: Vadodara Pollice Raid: દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડવા પોલીસે લીધી ડ્રોનની મદદ

આ પણ વાંચો: Boiler Blast In Vadodara: પોલીસે કેન્ટોન કંપનીના માલિકની કરી ધરપકડ, શ્રમ વિભાગની બોઇલર ટીમ પણ એક્શનમાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.