ETV Bharat / state

નવસારીના કાલિયાવાડીમાં 5 લાખની લૂંટ, આંધ્ર પ્રદેશના 3 ઈસમની ધરપકડ

નવસારી: જિલ્લાના કાલિયાવાડી ગામમાં 5 લાખની લૂંટ કરનારા 3 ઈસમોની પોલીસે ધરપકડ કરી છે. આ 3 ઈસમો આંધ્રપ્રદેશના છે. આ આરોપીઓ બેંકમાં આવેલા ગ્રાહકો પર નજર રાખતા હતા. ત્યારબાદ આરોપીઓ ગ્રાહકોનો પીછો કરી લૂંટને અંજામ આપતા હતા.

નવસારીના કાલિયાવાડીમાં 5 લાખની લૂંટ
નવસારીના કાલિયાવાડીમાં 5 લાખની લૂંટ
author img

By

Published : Dec 9, 2019, 9:26 PM IST

Updated : Dec 9, 2019, 10:48 PM IST

આંધ્રપ્રદેશના લૂંટારુઓ દક્ષિણ ગુજરાતમાં આવીને લોકોને લૂંટનો શિકાર બનાવતા હતા. તાજેતરમાં નવસારીના કાલિયાવાડીમાં 5 લાખની ચિલઝડપ કરનાર આંધ્રપ્રદેશની ટોળકીના 3 ઇસમોની ધરપકડ કરીને પોલીસને એક મોટી સફળતા મળી છે.

નવસારીના કાલિયાવાડીમાં 5 લાખની લૂંટ

સુરત, નવસારી, ભરૂચ અને તાપી જિલ્લામાં પોતાના લૂંટનો તરખાટ મચાવનાર બેગ્લોરની ટોળકીને આખરે નવસારી LCBએ ઝડપી પાડી છે. 25 નવેમ્બરે કાલિયાવાડી ગામની બેંકમાંથી રૂપિયા ઉપાડીને જતા એક ઈસમ પર બાઇક સવાર આવી અને બેગની ચિલઝડપ કરીને ફરાર થયો હતો. જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થતા પોલીસે પોતાના નેટવર્કથી આરોપીનું પગેરું શોધી કાઢ્યું હતું. આ બાદ ચોંકાવનારી હકીકત સામે આવી છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં માત્ર લૂંટ માટે આંધ્રપ્રદેશથી આખી ટીમ આવીને ગુનાને અંજામ આપતી હતી. જેમાં પોલીસે 3 આરોપીને ધરપકડ કરી છે, જ્યારે એક ઈસમને હજૂ સુધી પોલીસ પકડી શકી નથી.

આરોપી મોબાઈલમાં ગુગલમાં બેંક સર્ચ કરતો હતો. બેંકમાંથી જે પણ ગ્રાહક પૈસા ઉપાડીને લાવે તેના પર વોચ રાખતો હતો. આરોપી ગેંગના સભ્યો સાથે તે ગ્રાહકનો પીછો કરતા અને એકાંત જગ્યા પર મોકાનો લાભ લઈને ગેંગની એક ટીમ રોડ પર છુટ્ટા 10-20 રુપિયા ફેંકતી હતી. ગેંગની બીજી ટીમ એ ગ્રાહકને તુમ્હારા પૈસા ગિર ગયા હૈ, એમ કહેતી હતી. ગ્રાહક વાહન પાર્ક કરી નીચે પડેલા રુપિયા લેવા જાય ત્યાં બીજી તરફ ગેંગની બીજી ટીમ એ વાહનની ડેકી તોડીને તેમાંથી પૈસા લૂંટી લેતી હતી. સામાન્ય રીતે આ આરોપીઓ સીનિયર સીટીઝન મહિલાઓને ટાર્ગેટ બનાવતા હતા.

જિલ્લા અને શહેરોમાં લગાવવામાં આવેલા CCTVએ મહત્વનો ભાગ ભજવે છે. આરોપીઓ ગુનાને અંજામ આપી અદ્રશ્ય થઈ જતા હતા અને પોલીસ માટે ગુનાને ડિટેક્ટ કરવો અઘરો બની જતો હતો, પરંતુ CCTVની મદદથી આરોપીઓ હવે ગણતરીના દિવસોમાં પોલીસના હાથે લાગી જતા હોય છે. આંધ્રપ્રદેશના આ આરોપીઓ અન્ય જિલ્લાની લૂંટમાં પણ સામેલ હતા, જે CCTVમાં કેદ થયું હતું. નવસારીની LCB દ્વારા આ આરોપીઓની ધરપકડ અંતે સુરતના બારડોલીથી કરવામાં હતી.

Intro:સ્ટોરી એપ્રુવ
 ડેસ્ક

આંધ્રપ્રદેશ લૂંટારુઓ  દક્ષિણ ગુજરાતમાં આવીને લોકોને લૂંટનો શિકાર બનાવતા હતા તાજેતરમાં નવસારીના કાલિયાવાડીમાં 5 લાખની ચિલ્ઝડપ કરનાર આંધ્રપ્રદેશની ટોળકીના 3 ઇસમનો ઝડપી પાડીને પોલીસને એક મોટી સફળતા મળી છે.........

સુરત નવસારી ભરૂચ અને તાપી જિલ્લામાં પોતાના કરતબનો તરખડાટ મચાવનાર બેગ્લોરની ટોળકીને આખરે નવસારી એલસીબીએ ઝડપી પાડી છે ગત તારીખ 25-11-19 ના રોજ કાલિયાવાડી ગામની બેન્ક માંથી રૂપિયા ઉપાડીને જતા એક ઈસમ પર બાઇક સવાર આવીને છેતરીને બેગની ચિલ્ઝડપ કરીને ફરાર થયો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે પોતાના નેટવર્કથી આરોપીનું પગેરું શોધી કાઢતા ચોંકાવનારી હકીકત બહાર આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં માત્ર લૂંટ અને ચિલ ઝડપ માટે આંધ્રપ્રદેશ થી આખી ટીમ આવીને ગુનાને અંજામ આપતી હતી જેમાં પોલીસે 3 આરોપીને ધરપકડ કરી છે જ્યારે એક ઈસમ પોલીસ પકડથી દુર રહ્યો છે 

Body:આરોપીઓની ( એમ . ઓ )

આરોપી ઇસરાયલ તેના મોબાઇલ ફોન ઉપર ગુગલમાં બેન્કો સર્ચ કરીને પકડાયેલ ત્રણેય આરોપીઓ સાથે યુનીકોર્ન મોટર સાયકલ તેમજ પલ્સર મોટર સાયકલ ઉપર બેંક પાસે જઇ બેંકમાં પૈસા ઉપાડવા જતા ગ્રાહકો પર પોતાની ગેંગનો એક સભ્ય બેંકમાં ગ્રાહક બની જઇ વોચ રાખી જે કોઇ ગ્રાહક બેંકમાંથી વધુ નાણા ઉપાડે તે ગ્રાહક ઉપર વોચ રાખી તે ગ્રાહક બેંકની બહાર નીકળતા તેની પાછળ આવી બહાર ઉભેલ પોતાની ગેંગના માણસોને ઇશારાથી જાણ કરી પોતે તથા તેમની ગેંગના સભ્યો સાથે મોટર સાયકલ ઉપર પીછો કરી એકાંત જગ્યા ઉપર મોકો જોઇ એક ટીમ રોડ ઉપર છુટા દશ વીસ રૂપીયાની નોટો ફેકી બીજી ટીમ તે વ્યકિતને તુમ્હારા પૈસા ગીર ગયા હૈ તેમ જણાવી તે વ્યકિત નીચે પડેલ રૂપીયા લેવા જાય તે વખતે ચીલઝડપ કરતા હોવાનું તેમજ જો કોઇ વ્યકિતએ તેની પાસેના રૂપીયા ડીકીમાં મુકેલ હોય તો તે વ્યકિતીનો પીછો કરી તે જયાં વાહન પાર્ક કરે ત્યાં આગળ જઇ ડીકી ઊંચી કરી તોડી નાંખી તેમાંથી રૂપીયાની ચીલઝડપ કરતા હોવાની એમ . ઓ વાળા છે . આ કામના આરોપીઓ સીનીયર સીટીઝન તેમજ મહીલાઓને ટાર્ગેટ બનાવતા હોય છે
Conclusion:જિલ્લા અને શહેરોમાં લગાવવામાં આવેલ તીસરી આંખ આશીર્વાદરૂપ બની છે આરોપીઓ ગુનાને અંજામ આપી અદ્રશ્ય થઈ જતા હતા અને પોલીસ માટે ગુનો ડિટેકટ કરવો અધરો બની જતો હતો પરંતુ સીસીટીવીની મદદથી રીઢા આરોપીઓ હવે ગણતરીના દિવસોમાં પોલીસના હાથે લાગી જતા હોય છે આંધ્રપ્રદેશની ટિમ અન્ય જિલ્લાની લૂંટમાં  પણ સીસીટીવીમાં આવી ગઈ હતી જેને લઈને પોલીસે દક્ષિણ ગુજરાતની પોલીસને આ  ટોળકીને ઝડપવા કામે લગાડી હતી અંતે સુરતના બરડોલીથી નવસારીની એલ સી બી એ ઉઠાવીને અનેક ગુના પરથી પરદો ઉઠાવી દીધો છે 

આરોપીના નામ 

1) સાલમાન રામાલુ ગુડ્ડએડી આંધ્રપ્રદેશ 

2) સલમાનરાજ ઉર્ફે ચિંનાપ્રસંગી  અકુલા આંધ્રપ્રદેશ 

3) વિજયનાગરાજ ગોગલા આંધ્રપ્રદેશ 

ફરાર આરોપી 

1)  ઇશરાઈલ ગાંગેયા પેટલા આંધ્રપ્રદેશ 

બાઈટ -૧ ડો ગિરીશ પંડ્યા ( જિલ્લા પોલીસવડા નવસારી )

ભાવિન પટેલ
નવસારી
Last Updated : Dec 9, 2019, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.