ETV Bharat / state

આદિવાસી પંથક વાંસદામાં 2 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન - Voluntary Lockdown

નવસારી શહેર બાદ હવે જિલ્લાના ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આંતર જિલ્લા અને આંતરરાજ્ય બોર્ડર ધરાવતા આદિવાસી બહુલ વાંસદા તાલુકામાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. જેથી તાલુકામાં કોરોના સંક્રમણની સાંકળ તોડવા વાંસદાના વેપારી મંડળોએ રવિવાર અને સોમવારે સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન લગાવવું અને સાથે જ ગામડાઓમાં ભરાતા હાટ બજારોને 21 દિવસો માટે સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનિય છે કે, શહેરી વિસ્તારોમાં સ્વૈચ્છિક લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, જ્યારે ગામડાઓમાં સજ્જડ બંધ જોવા મળ્યું છે.

આદિવાસી પંથક વાંસદામાં 2 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન

author img

By

Published : Apr 11, 2021, 5:02 PM IST

Updated : Apr 11, 2021, 7:32 PM IST

  • વાંસદામાં રવિવાર અને સોમવારે સ્વૈચ્છિક લોકડાઉન
  • બજારો અન્ય દિવસોએ સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લા રહેશે
  • ગામડાઓમાં ભરાતા હાટ બજારો પણ 21 દિવસો માટે બંધ કરાયા

નવસારીઃ જિલ્લામાં છેલ્લા એક મહિનામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસમાં જ 68 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયુ છે. જેમાં પણ શનિવારે વાંસદા તાલુકામાં જ 32 કોરોના પોઝિટિવ કેસો સામે આવતા અહીંના આગેવાનો સાથે પ્રજા પણ ચિંતિત બની છે.

આદિવાસી પંથક વાંસદામાં 2 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન
આદિવાસી પંથક વાંસદામાં 2 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન

આગેવાનોએ વેપારી મંડળો સાથે બેઠક કરી

કોરોનાના કેસ વધતા આગેવાનોએ વેપારી મંડળો સાથે બેઠક કરી, વાંસદામાં રવિ-સોમ સ્વૈચ્છિક સંપૂર્ણ લોકડાઉન કરવું સાથે જ તાલુકાના ગામડાઓમાં ભરાતા હાટ બજારોને પણ 21 દિવસો માટે સ્વૈચ્છિક બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

વાંસદા
વાંસદા

આ પણ વાંચોઃ કોરોનાના વધતા કેસ વચ્ચે ડેડિપાડામાં વેપારીનું સ્વૈચ્છિક લોકડાઉન

સવારથી જ વાંસદા જડબેસલાક બંધ

આ ઉપરાંત મંગળવારથી શનિવાર સુધી સવારે 8થી બપોરે 4 વાગ્યા સુધી જ બજારો ચાલુ રાખવાની વેપારીઓએ તૈયારી બતાવી છે. જેમાં આજે રવિવારે સવારથી જ વાંસદા જડબેસલાક બંધ જોવા મળ્યુ હતુ.

વાંસદા
વાંસદા

આ પણ વાંચોઃ ધરમપુરમાં વેપારીનું સ્વૈચ્છિક લોકડાઉન, બજાર વહેલી સવારથી બંધ

ગામડાઓમાં વેપારીઓએ સજ્જડ બંધ પાડ્યુ

વાંસદા સાથે જ હનુમાનબારી, રાણી ફળિયા વગેરે વિસ્તારો પણ સજ્જડ બંધ રહેતા વાંસદાવાસીઓ કોરોના સંક્રમણની સાંકળને તોડવા સતર્ક બન્યા છે. ઉલ્લેખનિય છે કે, શહેરી વિસ્તારોમાં વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન દરમિયાન 30 દુકાનો ચાલુ રાખી હતી, જોકે, આદિવાસી પટ્ટાના ગામડાઓમાં વેપારીઓએ સજ્જડ બંધ પાડ્યુ છે, જે સામાજિક દ્રષ્ટિએ મોટો સંદેશો આપે છે.

Last Updated : Apr 11, 2021, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.