- જિલ્લાના 6 PSI ની કરાઇ આંતરિક બદલી
- 88 પોલીસ કર્મીઓને 5 વર્ષથી વધુ સમય થયો હતો
- 22 ડ્રાઇવરોની પણ કરાઈ બદલી
નવસારી : જિલ્લા પોલીસ વડા (District Police Chief) ઋષિકેશ ઉપાધ્યાય દ્વારા સોમવારે બદલીનો ગંજીપો ચીપાયો હતો. જેમાં 176 પોલીસ કર્મીઓ અને 6 PSIની આંતરિક બદલી કરવામાં આવી હતી. ખાસ કરીને જિલ્લામાં પાંચ વર્ષથી વધુ સમય એક જ જગ્યાએ ફરજ બજાવતા હોય તેવા 88 પોલીસ કર્મીઓની સાગમટે બદલી કરી દેવામાં આવી છે. જ્યારે 66 પોલીસ કર્મીઓએ પોતાના અંગત કારણોસર બદલીની માંગ કરી હતી. જેથી તેમને પદર ખર્ચે બદલી આપવામાં આવી હતી. જેની સાથે જ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોના વાહનો પર ફરજ બજાવતા 22 ડ્રાઇવરોની પણ આંતરિક બદલી કરવામાં આવી છે.
સસ્પેન્ડેડ PSI એસ. એફ. ગોસ્વામીની ફરી વિજલપોર પોલીસ મથકે બદલી કરાઇ
નવસારી જિલ્લા પોલીસ વિભાગમાં સોમવારે થયેલી બદલીઓમાં 6 પોલીસ સબ ઈન્સ્પેકટરોની પણ બદલી કરવામાં આવી છે. જેમાં વિજલપોર પોલીસ મથકમાં ફરજ બજાવતા સસ્પેન્ડ થયેલા PSI એસ. એફ. ગોસ્વામીને ફરીથી વિજલપોર પોલીસ મથકે બદલી સાથે નિયુક્તિ આપવામાં આવી છે.
PSI પી.આર. કરેણની જિલ્લા પોલીસ વડાના રીડર PSI તરીકે બદલી કરાઇ
વાંસદા પોલીસ મથકના સેકન્ડ PSI એમ. આર. વાળાની નવસારી ટાઉન પોલીસ મથકે વિજલપોર પોલીસ મથકે, કાર્યરત PSI એચ.એસ. ભૂવાની નવસારી ટાઉન પોલીસ મથકે, જ્યારે લિવ રિઝર્વના PSI પી. વી. વસાવાની વાંસદાના સેકન્ડ PSI તરીકે તેમજ PSI પી.આર. કરેણની જિલ્લા પોલીસ વડાના રીડર PSI તરીકે બદલી કરવામાં આવી છે.