- ગુરૂવારે કોરોનાના 15 કેસ નોંધાયા
- 28 દર્દીઓને કરવામાં આવ્યાં ડિસ્ચાર્જ
- કોરોનાથી ગુરૂવારે એક પણ મૃત્યુ નહીં
નવસારીઃ જિલ્લામાં ગુરૂવારે કોરોનાના નવા 15 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સામે 28 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. જેથી જિલ્લામાં આજની તારીખમાં કુલ 149 એક્ટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે આરોગ્ય વિભાગ(Health Department)ના ચોપડે ગુરૂવારે એક પણ મૃત્યુ નોંધાયું નથી.
આ પણ વાંચોઃ Navsari Corona Update : નવસારી જિલ્લામાં 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
કોરોનાના કુલ 7042 દર્દીઓ નોંધાયા
નવસારી જિલ્લામાં 20 એપ્રિલ, 2020ના રોજ કોરોનાનો પ્રથમ કેસ હાંસાપોર ગામે નોંધાયો હતો. ત્યારબાદ નવસારીમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળ્યો હતો અને ગત માર્ચ અને એપ્રિલમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા હતા. જેથી અત્યાર સુધીમાં નવસારી જિલ્લામાં કુલ 7042 કોરોના દર્દીઓ નોંધાયા છે. જેની સામે 6704 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે 14 મહિનામાં કોરોનાથી કુલ 189 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.