- જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓ 2,000 નજીક પહોંચ્યા
- નવસારીમાં આજે 116 દર્દીઓએ કોરોનાને હરાવ્યો
- આરોગ્ય વિભાગના ચોપડે આજે એક પણ મૃત્યુ નહીં
નવસારી: જિલ્લામાં કોરોના છે કે અટકવાનું નામ નથી લઇ રહ્યો હતો. દિવસે કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે અને જિલ્લામાં મંગળવારે કોરોનાના વધુ 128 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. જેની સાથે કોરોના દર્દીઓની સંખ્યા 2,000ની નજીક પહોંચી છે. ત્યારે આરોગ્ય વિભાગના ચોપડે આજે એક પણ મૃત્યુ નોંધાયું નથી.
આ પણ વાંચો: કોરોના કહેર : એપ્રિલમાં 108 એમ્બ્યુલન્સે 1200 કોરોનાના દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા
જિલ્લામાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 3,000ને પાર
નવસારીમાં કોરોનાનો કહેર યથાવત્ રહ્યો છે. દિવસે-દિવસે વધતા કોરોનાના કેસોમાં આજે વધુ 128 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેની સાથે જિલ્લામાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 1,092 થઈ છે. જેની સામે આજે 116 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે આજે એક પણ મોત નોંધાયુ ન હતુ.
આ પણ વાંચો: વિજલપોરમાં કોરોના પોઝિટીવ દર્દી પરિવાર સાથે થયો ગાયબ
નવસારીમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 4,217 પહોંચી
નવસારી જિલ્લામાં ફેબ્રુઆરીમાં જ કોરોનાના ફક્ત બે કેસ હતા. જે વધીને બે મહિનામાં બે હજાર નજીક પહોંચી ગયા છે. દિવસે-દિવસે વધતા કોરોના સંક્રમણને કારણે જિલ્લામાં અત્યાર સુધીમાં 4,217 કરોના પોઝિટિવ કેસો નોંધાઈ ચુક્યા છે. જેની સામે જિલ્લામાં કુલ-3,009 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી સાજા થયા છે. જ્યારે જિલ્લામાં ફુલ 116 લોકો કોરોના સામેની જંગ હારી જતા આરોગ્ય વિભાગના ચોપડે મૃત્યુ નોંધાયા હતા.