નર્મદા : જિલ્લામાં બીજી તરફ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસન વિકાસ સત્તા મંડળ બન્યા બાદ સરકાર આ વિસ્તારમાં પ્રવાસના વિકાસ કરવા માગે છે અને અત્યારે આ વિસ્તારના નર્મદા જિલ્લાના કેવડિયા, કોઠી, વાઘડિયા, નવાગામ, લીમડી ગોરા વસંતપુરા આ છ ગામો છે. જેમાં જમીનોનું સર્વે અને ફેન્સીગનું કામ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ગામલોકો ભારે રોષે ભરાયા છે. કેવડિયા ગામના ગ્રામજનો ભારે રોષે ભરાયા હતા. ગઈકાલે આખું કામ આજે કેવડિયા કોલોની પોલીસ સ્ટેશન પહોંચી ગયું હતું અને આ સમયે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડતા કેવડિયામા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
આ તકે ગ્રામજનોની માગ છે કે તેઓએ પોતાની મહામૂલી જમીનો ગુમાવી છે. ત્યારે હવે તેમની જમીનોને પચાવી પાડવા માટે સરકારી તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે તેવો આક્ષેપ ગામ લોકો કરી રહ્યા છે. ગ્રામજનો પોલીસ સ્ટેશને ધરણા પર બેસી ગયા હતા અને ભારે હલ્લાબોલ કર્યો હતો. ત્યારે આજે ફરી પોલીસ કાફલા સાથે સર્વે કરવા ટિમ કેવડિયા ગામે ગઈ હતી જેનો વિરોધ મહિલાઓએ કર્યો હતો અને ટીમને ગામમાં સર્વે કરવા દીધુ નહોતું.