ETV Bharat / state

Statue of Unity : મિની વેકેશનની મજા માણવા પ્રવાસીઓનું ઘોડાપૂર 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે ઉમટી પડ્યું - mini vacation

શનિ, રવિ અને નાતાલ પર્વની ત્રણ દિવસની રજામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. શરૂ થયેલા મીની વેકેશનના પહેલાં દિવસે 50 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા હતા.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 24, 2023, 3:24 PM IST

Statue of Unity

નર્મદા : આ ત્રણ દિવસ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવવાની શક્યતાના ભાગ રૂપે તંત્ર સજ્જ બન્યું છે. સોમવારે જાહેર રજા હોવા છતાં તંત્ર દ્વારા નાતાલની રજા ને લોક લાગણીને માન આપી ખુલ્લું રાખવામાં આવ્યું છે. ત્રણ દિવસના પ્રવાસે સ્ટેચ્યુના જુદા જુદા પ્રોજેક્ટ જોવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા છે. SOU ની સુવિધાઓને લઇને પ્રવાસીઓએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. પ્રોજેક્ટ બનાવવા માટે ગુજરાત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા પણ કરી હતી.

મિનિ વેકેશન મનાવવા મોટી સંખ્યમાં પ્રવાસીઓ ઉમટ્યા : અહીં રહેવા જમવાની તથા અન્ય સુવિધા સારી હોવા ઉપરાંત પાર્કિંગની અન્ય સુવિધાઓ વધારવાની પણ માંગ પણ કરી હતી. પ્રવાસીઓની લાગણી અને માંગણી ને ધ્યાને લઇને 25 ડિસેમ્બર ના રોજ સોમવારે નાતાલ પર્વ નિમિતે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU) મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેને સંલગ્ન તમામ પર્યટન સ્થળો પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, SoU ખાતે દર સોમવારે સાપ્તાહિક મરમ્મત કાર્ય હાથ ધરાય છે, જેથી તે દિવસે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી.

મંગળવારના SoU બંધ રહેશે : આગામી 25 ડિસેમ્બર, સોમવારના રોજ સાપ્તાહિક અવકાશને મોકૂફ રાખી અને પ્રવાસીઓને પ્રવેશ આપવાનો નિર્ણય SOUADTGA તરફથી લેવામાં આવ્યો છે. તેના બદલે 26 ડિસેમ્બર, મંગળવારનાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસન પ્રોજેકટ પર જાહેર રજા રહેશે. આ વખતે લોકોને શનિ, રવિની સાથે સોમવારે પણ નાતાલ પર્વ નિમિતે 3 દિવસની લાંબી વિકેન્ડ રજા મળતી હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, તેને સંલગ્ન અન્ય પ્રોજેક્ટ, નર્મદા ડેમ સહિતના આકર્ષણો નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.

દેશ-વિદેશથી પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે : ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ તે દેશ-દુનિયામાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યૂઇંગ ગેલેરી માંથી નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ જોવાનો આનંદ પ્રવાસીઓ ખૂબ માણે છે. દિવસેને દિવસે પ્રતિમા જોવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ એકતા નગર ખાતે આવી રહ્યા છે.

  1. Ramlala's Pran Pratishtha : આ સુક્ષ્મ શુભ મુહૂર્તમાં રામલલાની થશે પ્રાણ પ્રતિષ્ઠા, બની રહ્યો છે અદભુત સંયોગ
  2. શિયાળાની ઠંડીમાં સ્વાદ રસિકોની જઠરાગ્નિ ઠારતું "ઉંબાડીયું", સ્વાદ લઈને વાંચો ETV BHARAT નો વિશેષ અહેવાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.