- નર્મદા જિલ્લો ચોમાસામાં સોળે કળાએ ખિલ્યો
- નિનોઈ ધોધની સૌદર્ય માણવા લોકો પહોંચ્યા
- પ્રવાસીઓ કરી શકે છે ઓનલાઈન રજીસ્ટ્રેશન
નર્મદા : સાતપૂળાની ગીરીકંદરાઓ ખલખળ વહેતી નદી ઝરણા અને વન આચ્છદીત કુદરતી પ્રકુતિને કારણે નર્મદા જિલ્લાને મીની કાશ્મીરનું બિરૂદ મળ્યું છે. નર્મદા જીલ્લાનું પ્રાકૃતિક સૌન્દર્ય ખુબજ છે નર્મદા જીલ્લાના કુદરતી સૌદર્ય રાજપીપળા શહેરમાં નિનાઈ ધોધ આવેલો છે. કોરોનાની બીજી લહેરમાં સરકાર દ્વારા સંક્ર્મણ ઓછું થતા પ્રવાસન સ્થળો ખુલ્લા કરવામાં આવ્યા છે. પ્રવાસીઓ ઘરની બહાર નિકળી પડ્યા છે. આ ધોધનો નઝારો જોઈ પ્રવાસીઓ આનંદ માળી રહ્યા છે.
70 મીટર ઉંચેથી પડે છે ધોધ
ગુજરાતનો નાનકડો વનાચ્છાદિત જિલ્લો એટલે નર્મદા જિલ્લો કે જ્યાં સૌથી વધુ અને મોટો વન વિસ્તારો આવેલા છે. સાતપુડા અને વિધ્યાનચલની ગિરીમાળાઓ વચ્ચે કુદરતી સૌન્દર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે અને જેને કારણે જ નર્મદા જિલ્લાને ગુજરાતના કાશ્મીરનું ઉપનામ મળ્યું છે. ડેડીયાપાડાના ઘનઘોર સાતપુડાની વનરાજી વચ્ચે 70 મીટર ઉંચેથી નીચે પડતા જળધોધ સુંદરતામાં વધારો કરે છે.જેને નિનાઈ ધોધ તરીકે ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો: સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના તળાવમાંથી 194 મગરોને સ્થાળાતંર કરવામાં આવ્યા
કોરોનામાં પ્રવાસી કંટાળી ગયા છે
ગુજરાતમાં આવતા અનેક પ્રવાસી સ્થળોમાં નર્મદા જિલ્લાનાને પ્રવાસીઓ વધુ પસંદ કરે છે. કોરોનાની બીજી લહેરમાં લોકો ઘરે બેસી રહી કંટાળી ગયા હતા. હવે સંક્ર્મણ ઓછું થતા સરકારે ધીમેધીમે પ્રવાશન સ્થળો ખોલ્યા છે. જેને લઈ હાલ નર્મદાના ડેડીયાપાડામાં આવેલા નિનાઈ ધોધને જોવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. અને એક વિષેસ આનંદ લઈ રહ્યા છે.
આ પણ વાંચો: પાટણની સરસ્વતી નદીમાં નર્મદાના નીરના વધામણા થયા
રહેવા-જમવાનિ સુવિધા
જિલ્લાના સૌંદર્યમાં નિનાઈ ધોધ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. નર્મદા વનવિભાગ દ્વારા પણ પ્રવાસીઓ માટે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. હાલ કોરોના મહામારીના કારણે આ વિસ્તારના પ્રવાસન સ્થળોનું વન વિભાગે ઓનલાઈન રજિસ્ટ્રેન શરૂ કરી દીધું છે. જેથી કરીને લિમિટેડ જ પ્રવાસી ઓ આવી શકે ને સરકાર ની ગાઈડ લાઇન નું પાલન થઈ શકે અને ખાસ વનવિભાગ દ્વારા અહીં આવતા પ્રવસીઓ માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.