ETV Bharat / state

આદિવાસીઓનો વિકાસ કરે તેવા આદિવાસી નેતાની રાજ્યભરમાં જરૂર : મનસુખ વાસાવા - Chhotu vasava

નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે રાજપીપળા નગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાં આવેલા રોડ ડિવાઈડરની મધ્યમાં ખાસ "કોલો કાર્પસ" નામના છોડવાઓનું રોપાણ સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava)ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. છોટુ વસાવાએ આદિવાસી ગુજરાતનો મુખ્યપ્રધાન હોવો જોઈએ તેવી માંગ કરી હતી. જેમાં મનસુખ વસાવા (Mansukh Vasava)એ તેમની વાતમાં સાત આપ્યો હતો.

આદિવાસીઓનો વિકાસ કરે તેવા આદિવાસી નેતાની રાજ્યભરમાં જરૂર

author img

By

Published : Jul 14, 2021, 11:10 AM IST

  • તમામ કોમના લોકોએ પોતાના કોમના CM હોવાની વાતે જોર પક્ડયું
  • છોટુ વસાવાએ આદિવાસી ગુજરાતનો મુખ્યપ્રધાન હોવાની માંગ કરી
  • આદિવાસીઓને ઉજાગર કરે, એમના પ્રશ્ન હલ કરે, એવા આદિવાસી નેતાની જરૂર

નર્મદા : જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે રાજપીપળા નગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાં આવેલા રોડ ડિવાઈડરની મધ્યમાં ખાસ "કોલો કાર્પસ" નામના છોડવાઓનું રોપાણ સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava)ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં તમામ કોમના લોકો રાજ્યમાં પોતાના કોમના CM હોવાની વાતે જોર પક્ડયું છે. ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસવા (Mansukh Vasava) પણ આદિવાસી હોવો જોઈએની વાત કરી છે.

આ પણ વાંચો : CM રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્ય આદિજાતિ સલાહકાર પરિષદની બેઠકનું આયોજન કરાયું

આદિવાસીઓના પ્રશ્ન આજે પણ હલ થયા નથી

ઝઘડિયાના BTP ધારાસભ્ય છોટુ વસાવાએ આદિવાસી ગુજરાતનો મુખ્યપ્રધાન હોવો જોઈએ તેવી માંગ કરી હતી. જેમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava)એ હા પુરાવી છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ હતું કે, આદિવાસી ગુજરાતનો મુખ્યપ્રધાન, સ્પીકર કે પછી રાજ્યપાલ બની જવાથી સમાજની સમસ્યાઓનો ઝડપી ઉકેલ આવી જશે તેમ માનવાની જરૂર નથી. કારણ કે, હજુ સુધી આદિવાસીઓના પ્રશ્ન આજે પણ હલ થયા નથી.

આ પણ વાંચો : દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજણીને લઇ યોજાઇ બેઠક, CM રૂપાણી પણ કાર્યક્રમાં રહશે હાજર

ખોટા સર્ટિફિકેટ રદ્દ કરવા સરકારે એક કમિટિ બનાવી

આદિવાસીનો વિકાસ પૂર્વ સ્વ. અમરસિંહ ચૌધરી જયારે CM હતા અને જેવો કર્યો હતો. રાજ્યની સાથે-સાથે આદિવાસીઓનું હિત પણ જોતા હતા. આજે આદિવાસીઓને ઉજાગર કરે, એમના પ્રશ્ન હલ કરે, એવા આદિવાસી નેતાની રાજ્યમાં જરૂર છે. મનસુખ વસાવા (Mansukh Vasava)એ જણાવ્યુ હતું કે, આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો મુદ્દે સરકારે કાયદો બનાવ્યો છે. તથા ખોટા સર્ટિફિકેટ રદ્દ કરવા એક કમિટિ બનાવી છે. પરંતુ આ કાર્ય ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.