- સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટી 125.25 મીટર પર
- ઉપરવાસમાંથી માત્ર 6 હજાર ક્યુસેક પાણીની આવક થાય છે
- ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે 18 હજાર ક્યુસેક પાણી આપવામાં આવી રહ્યું છે
નર્મદાઃ નર્મદા બંધની જળ સપાટીમાં ઘટાડો નોંધાતા રિવરબેડ પાવર હાઉસ બંધ કરી દેવામાં આવ્યું છે. રિવરબેડ પાવર હાઉસ બંધ કરાતા ડિસ્ચાર્જ પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવતું બંધ થઇ ગયું અને વિયર ડેમ ખાલી કરી દેવામાં આવ્યો છે. નર્મદા નદી ફરી સુકાઈ ગઈ છે. આગામી 12 દિવસ બાદ ચૈત્ર મહિનાની શરૂઆત થશે ત્યારે નર્મદા નદીમાં સ્નાન કરવાનો મહિમા રહેલો છે.
આ પણ વાંચોઃ નર્મદા ડેમ ખાતે નર્મદા નીરના વધામણાં કરી નર્મદા વિકાસપ્રધાને વડાપ્રધાનને જન્મ દિવસની ભેટ આપી
હાલ 2,227 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહિત જથ્થો છે સરદાર સરોવરમાં
હાલ સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટી 125.25 મીટર પર છે અને ઉપરવાસમાંથી માત્ર 6 હજાર ક્યુસેક પાણીની આવક સામે હાલ ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે 18 હજાર ક્યુસેક પાણી આપવામાં આવી રહ્યું છે. 2,227 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહિત જથ્થો સરદાર સરોવરમાં છે.
નર્મદા નદીમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું
ઉનાળો માથે છે અને ગુજરાતના ખેડૂતોને તેમની જરૂરિયાત પ્રમાણે સિંચાઇનું પાણી મળી રહે અને રાજ્યની જનતાને પીવાનું પાણી મળી રહે તે માટે નર્મદા નદીમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે. જોકે, આવનારા દિવસોમાં જો નર્મદા ડેમમાં વધુ પાણી ઘટશે તો ખેડૂતોને સિંચાઈ માટે જે પાણી આપવામાં આવે છે તેમાં પણ ઘટાડો થશે.
આ પણ વાંચોઃ ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર નર્મદા ડેમ 131 મીટરની સપાટીએ