ETV Bharat / state

સ્ટેચ્યુ ઓફ યૂનિટીમાં UDS કંપનીએ 400થી વધુ યુવાનોને રોજગારી આપી

author img

By

Published : Sep 30, 2020, 4:29 PM IST

નર્મદાના કેવડિયા ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યૂનિટીનું મુખ્ય ધ્યેય સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડવાનો છે. જે અંતર્ગત UDS કંપની દ્વારા 400થી વધુ કર્મચારીઓને રોજગારી પૂરી પાડવામાં આવી છે. આ કંપની દ્વારા દર મહિને ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મીઓને સન્માનિત કરવામાં આવે છે.

statue of unity
statue of unity

નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યૂનિટીની સ્થાપના કેવડિયા ખાતે કરવાનો મુખ્ય ધ્યેય સ્થાનિકોને ઘર આંગણે રોજગારી પૂરી પાડવાનો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ધ્યેયને પાર પાડવા UDS કંપનીએ ઉચ્ચ માપદંડો જાળવી રાખ્યા છે. તેમજ 400થી વધુ યુવાનોને રોજગારી પૂરી પાડવાનું ભગીરથ કામ કર્યું છે. આ કંપની દ્વારા દર મહિને ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મીઓને સન્માનિત કરવામાં આવે છે.

લોકડાઉનની વિષમ સ્થિતિમાં પણ તમામ કર્મીઓનાં સ્વાસ્થ્યની કાળજી રાખી અને સતત મનોબળ વધારવાનું કાર્ય UDS કંપની કરતી રહી છે. આ મુજબ આ મહિને પણ ઉત્કૃષ્ટ કામગીરી કરતા કર્મીઓનું સન્માન કરાયું હતું.

આ સન્માન કરવામાં આવેલા કર્મચારીઓમાં સિક્યુરિટી વિભાગમાંથી શૈલેષ તડવી, સેફ્ટી વિભાગમાંથી જીકુ તડવી, હોર્ટિકલચર વિભાગમાંથી ભદ્રેશ તડવી, હાઉસકિપિંગ વિભાગમાંથી જિતેન્દ્ર તડવી અને મમતા તડવી, એમઇપી વિભાગમાંથી સુખરામ તડવી, સિવિલ વિભાગમાંથી પંકજ તડવી, એકઝીબિશન વિભાગમાંથી નીમિષા તડવી અને બોટિંગ વિભાગમાંથી રાજેશ તડવીનું સન્માન કરાયું હતું.

આ પ્રસંગે રાજેશ વિચારેએ કર્મચારીઓનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે, UDS કંપની હંમેશા પોતાના કર્મીઓના ઉત્થાન માટે ઉચ્ચ માપદંડોનું પાલન કરતી રહી છે અને આગળના સમયમાં પણ કરતી રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.