આમ તો માત્ર ખેતી કરી ખેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા અન્ય ખેડૂતો માટે નર્મદા જિલ્લાના રાજપરા ગામના પ્રગતિશીલ ખેડૂત એક ઉદાહરણ રૂપ છે. કારણ કે તેઓ ખેતી તો કરે છે પરંતુ ખેતીની સાથે-સાથે પશુપાલન કરી ગાય અને ભેંસો રાખી દૂધ ઉત્પાદન દ્વારા નાણાં કમાય છે. પરંતુ આ પશુઓના મળમૂત્રમાંથી છાણીયું ખાતર બનાવી ખેતીમાં પણ બમણી આવક ઉપરાંત જમીન પણ ફળદ્રુપ રાખે છે.
શરૂઆતમાં માત્ર 6 જાનવરોથી પશુપાલનની શરૂઆત કરનાર આ ખેડૂત પાસે આજે સરકારની 12 ગાય પશુ યોજના હેઠળ 50થી વધુ દૂધાળા પશુ છે અને દર માસે 1500 લીટર દૂધનું ઉત્પાદન કરી ગામમાં સારી એવી કમાણી કરી રહ્યા છે અને તેમની આર્થિક સ્થિતિ પણ સુધરી છે. લગભગ 30 માણસોને તેઓ રોજગાર પણ આપે છે. તેઓ અન્ય ખેડૂતોને પણ દૂધ ઉત્પાદનમાં આવવા પ્રેરણા આપે છે. સરકારની 12 પશુ યોજનાનો લાભ લઇ આજે જેવો દર અઠવાડિયે 40થી 45 હજારનું દૂધ ઉત્પાદન કરતા થયા છે. આજે સરકારની 12 ગાય પશુ યોજના આ રાજપરા ગામના ખેડૂતને સદ્ધર બનાવ્યા છે.
નાનકડા એવા ગામમાં સ્થાનિક દૂધ મંડળી છે અને આ દૂધ મંડળી દ્વારા દૂધ ભરૂચ મુકામે મોકલવામાં આવે છે. ત્યારે આ બંને દૂધ ઉત્પાદક મંડળીના પદાધિકારીઓ આ પ્રગતિશીલ ખેડૂતના દૂધ ઉત્પાદનની સરાહના કરે છે અને આ પ્રગતિશીલ ખેડૂતમાંથી પ્રેરણા લઇ આજ પ્રમાણેનું દૂધ ઉત્પાદન જિલ્લામાં વધુ થાય તેમ ઈચ્છી રહ્યા છે. કારણ કે જિલ્લામાં આવેલી દૂધ ધારા ડેરીના પશુ દાણ મારફતે આ ખેડૂત પશુઓને સારા પ્રકારનું દાણ ખવડાવે છે અને જેથી પશુઓ સારા પ્રમાણમાં દૂધ આપી રહ્યા છે. જેથી સરકાર યોજનાઓ સાથે દૂધ ધારા ડેરી પણ ખેડૂતોના ઉથ્થાનમાં સહભાગી બની રહી છે.
સરકારની વિવિધ યોજના અને આત્મા યોજનામાં જોડાઈને આ પ્રગતિશીલ ખેડૂતે વિવિધ સરકારી પ્રમાણપત્રો અને પુરસ્કાર પણ મેળવ્યા છે અને એક સારા ખેડૂતની સાથે સાથે સારા પશુપાલક પણ બન્યા છે. ત્યારે જિલ્લાના અન્ય ખેડૂતો પણ આ પશુપાલકથી પ્રેરાઈને આ પશુપાલનના વ્યવસાય અપનાવવા તરફ વળ્યાં છે અને પણ આ ખેડૂતની સરાહના કરી અન્ય ખેડૂતો પણ આ માંથી પ્રેરણા લે તેમ ઈચ્છી રહ્યા છે.
સરકારની યોજનાઓ ખેડૂતો માટે કલ્યાણકારી બની રહી છે. ત્યારે નર્મદા લીડબેંક મેનેજર ગોવિંદભાઇ પ્રજાપતિ પણ જણાવે છે કે, જિલ્લ્લામાં સરકારની 12 દૂધાળા પશુ યોજના ખુબ જ લોકપ્રિય થઇ રહી છે અને આ યોજના માટે ખેડૂતોને 12 દૂધાળા પશુની સાથે સાથે તબેલો બનાવવા મિલ્કીન્ગ મશીન લેવા તથા કટર લેવા માટે લોન મળે છે અને 5 વર્ષે નાણાં પાર્ટ આપવાના હોવાથી ખૂબ જ સારી યોજના સરકાર દ્વારા બનવવામાં આવી છે.
સરકારની અનેક યોજનાઓનો લાભ લઇ આજે નર્મદા આદિવાસી જિલ્લાના કેટલાય ખેડૂતો સદ્ધર થયા છે અને તે વાત નર્મદા જિલ્લા ના આ ખેડૂતે સાબિત કરી છે. ત્યારે આ પ્રગતિશીલ ખેડૂતની માફક જ જો સરકારની 12 ગાય પશુ યોજનાનો લાભ થકી પશુપાલન કરવામાં આવે તો તે નફાદાયક બની રહે તે વાત ચોક્કસ છે.