કેવડીયા કોલોની સરકીટ હાઉસ ખાતે અધિકારીઓની એક બેઠક બોલાવી હતી. જેમાં ટ્રાઇબલ મ્યુઝિયમ અને ટ્રાઇબલ યુનિવર્સિટી અંગે ચાલતી કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવી હતી.આદિવસી બાળકોના શિક્ષણ રોજગાર આરોગ્ય માટેની ગંભીર ચર્ચા કરી વહીવટીલ તંત્રને તાકીદ કરી હતી કે, આદિવાસીના વિકાસમાં કોઈ કચાસ આવી જોઈએ નહીં.
આ બાબતે આયોગના અધ્યક્ષ નંદકુમાર સાંઈએ જણાવ્યું હતું કે, દેશના આદિવાસી સમાજનો વિકાસ જરૂરી છે. અત્યાર સુધી રૂંધાતો આવ્યો છે. હવે વિકાસ થઇ રહ્યો છે. આ સાથે જ યુ.પીના સોનભદ્ર આદિવાસી હત્યા કાંડ મામલે તેમણે દુઃખ વ્યક્ત કરી કહ્યું, સમાજમાં આવી વિકૃતિ વધી રહી છે, જેનું દુઃખ છે. સરકાર સાથે સમાજની પણ જવાબદારી છે. દેશમાં હાલ લોકોની માનસીકતાની ખૂબ ખરાબ પરિસ્થિતિ છે. જેને બદલવી જરૂરી છે. તેમણે સરદાર પટેલની પ્રતિમા સામે સતસત નમન કરી ભગવાનને પ્રાર્થના કરી ભાવુક બન્યા હતા.તેમણે ખરાબ માનસિકતા ધરાવતા લોકોને સતબુદ્ધિ આપો કહી આ ઘટનાને ખુબ દુઃખદ ગણાવી હતી.