ભક્તો જેના દર્શન માત્રથી પવિત્ર થઈ જાય છે, તેવા આ નર્મદાના નિલકંઠવર્ણી સ્વામિનારાયણ ધામ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મંદિર 105 એકરમાં પથરાયેલું હોવાથી ધાર્મિક, શૈક્ષણીક અને સામાજીક ક્ષેત્રે નર્મદા જિલ્લો આગવું સ્થાન પ્રાપ્ત કરે તો, નવાઇ નહીં. ભારતમાં દિલ્હી અને ગાંધીનગરમા બનાવવામાં આવેલ અક્ષરધામ મંદિર કરતા કંઇક અલગ જ મંદિક પોઇચા ગામમાં બનાવવામાં આવ્યું છે.
વિશ્વમાં પ્રથમ વખત તળાવની ફરતે આ મંદિર બનાવવામાં આવ્યું છે અને તળાવના પાણીથી મંદિરમાં સ્થાપિત તમામ દેવી દેવતાએા પર જળાભિષેક કરવામાં આવે છે. અહીં ભગવાન સ્વામિનારાયણનું યુવા સ્વરૂપ નિલકંઠ વર્ણી, રાધા-કૃષ્ણ, લક્ષ્મીનારાયણ, ગણપતી, હનુમાન, શીવજી અને 24 શાલી ગ્રામની વિધિવત પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ ધાર્મિક સ્થાન માત્ર ધાર્મિક જ ન બની રહેતા બાળકો અને લોકો માટે હરવા ફરવાનું સ્થળ બની ગયું છે. અહીં બાળકો માટે પાર્ક અને યુવાનો માટે ટ્રેકીંગની પણ વ્યવસ્થા છે. માત્ર હરવા ફરવા આવતા પ્રવસીઓ અહીં આવે તો, તેમનું મન પણ પ્રફુલીત બને તેવું સુંદર અને રમણીય વાતાવરણ છે.
મંદિરમાં સવાર અને સાંજની આરતી સમયે તો, અહીંનું વાતાવરણ અતિ આધ્યાત્મિક બની જાય છે. ખાસ તો, દિવાળીના મિની વેકેશનમાં બાળકોને ખાસ હિલસ્ટેશન કે, અન્ય પ્રકૃતિ સૌંદર્ય જેવા જગ્યાઓમાં ફરવાનું પસંદ કરતા હોઈ છે, પરતું આજે હાલ દિવાળી અને નવા વર્ષની શરૂઆતમાં આજની પેઢીના યુવાન-યુવતીઓ પણ ધાર્મિક સ્થળો અને પ્રકૃતિ ધરાવતા આ સ્થળે આી પોતાની સુખ-સમૃધ્ધીમાં વધારો તે થાય તે માટે દેવી દેવતાઓના દર્શન કરી આશીર્વાદ મેળવે છે.
તેથી જ આજે નર્મદા જિલ્લામાં આવેલ નીલકંઠ વર્ણનીધામમાં ગુજરાત અને ગુજરાત બહારના પ્રવાસીઓ અહીં આવે છે, ત્યારે અહીંના ગીરીઓની અદભૂત કળાને જોઈને દંગ રહી જાય છે. સાથે જ પ્રવાસીઓ દિલ્હી તથા ગાંધીનગરના અક્ષરધામ મંદિર સાથે આ સ્થળને સરખાવવાનુ ચુકતા નથી અને વારંવાર આ સ્થળ પર આવવાની ઈચ્છા પણ વ્યક્ત કરે છે.